Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

આયાત કરાતી ચીજો વધારે મોંઘી બને તેવા સ્પષ્ટ સંકેતો

આયાત ડયુટીને વધારી દેવા માટેની તૈયારી : રમકડાની આયાત સૌથી વધારે કરવામાં આવે છે : બજેટ રજુ કરતી વેળા નાણામંત્રી અનેક નવી જાહેરાત કરી શકે

નવી દિલ્હી,તા. ૧૭:  નાણાંપ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટને લઇને તમામ પ્રકારની તૈયારીમાં વ્યસ્ત બનેલા છે. બજેટમાં કાગળ, ફુટવેર, ફર્નિચર, રબર સાથે બનેલી વસ્તુઓ અને રમકડા  જેવી કેટલીક ચીજવસ્તુઓ પર આયાત ડ્યુટીમાં વધારો કરી શકે છે. આ સંબંધમાં અંતિમ વિચારણા ચાલી રહી છે. બજેટ ચર્ચા વચ્ચે એવા અહેવાલ મળી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર-૨માં નાણાંપ્રધાન તરીકે રહેલા નિર્મલા સીતારામન તેમના બીજા બજેટમાં કેટલીક ઉપયોગી જાહેરાત કરી શકે છે. આર્થિક મંદીના માહોલમાં મેક ઇન ઇન્ડિયા અને નિર્માણ ક્ષેત્રે વધારાને પ્રોત્સાહન આપવા માટે સરકાર આયાત ડ્યુટીમાં વધારો કરી શકે છે. વર્ષ ૨૦૧૮-૧૯માં રમકડાની આયાત આશરે ૩૦.૨ કરોડ ડોલરની રહી હતી.

વાણિજ્ય મંત્રાલય દ્વારા પોતાની બજેટ ભલામણોમાં આ સુચન નાણાં મંત્રાલયને કરી દીધા છે. સુત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતની સાથે ફ્રી વેપાર સમજુતી વાળા દેશોમારફતે ચીન પોતાની સસ્તી ચીજો ભારતમાં નિકાસ કરે છે. આવી સ્થિતીમાં આયાત ડ્યુટી વધારી દેવાની સ્થિતીમાં તેમાં કેટલાક અંશે બ્રેકની સ્થિતી આવશે. ચીનના નિકાસ પર બ્રેક મુકવાથી ભારતના ઉદ્યોગોને લાભ થઇ શકે છે. અત્રે નોંધનીય છે કે સસ્તા ફુટવેયર મોટા પ્રમાણમાં આયાત થાય છે. આના પર આયાત ડ્યુટી વધારી દેવાની સ્થિતીમાં સ્થાનિક બજારમાં કિંમતોમાં વધારે સ્પર્ધા જોવા મળી શકે છે. મોટા ભાગે આયાત આશિયાન દેશમાંથી કરવામાં આવે છે. આ તમામ દેશોની સાથે ભારતની ફ્રીટ્રેડ એગ્રીમેન્ટ છે. આ બાબતને લઇને પણ શંકા છે કે ચીન આ દેશોના મારફતે મોટા પ્રમાણમાં ફુટવેયર ભારતમાં નિકાસ કરે છે.

સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે વાણિજ્ય મંત્રાલય દ્વારા જુદા જુદા ક્ષેત્રની ૩૦૦ કરતા વધારે ચીજો પર આયાત ડ્યુટીમાં વધારો કરવા માટેની ભલામણ કરી છે. તેમાં ફર્નિચર, કેમિકલ્સ, રબર, કોટેડ પેપર, પેપર બોર્ડનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૮-૧૯માં રમકડાની આયાત આશરે ૩૦.૨ કરોડ ડોલરની આસપાસ રહી હતી.

જે પૈકી ૨૮.૧૮ કરોડ ડોલરની આયાત તો ચીન અને હોંગકોંગમાંથી કરવામાં આવી હતી.  નાણાં પ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરનાર છે. બજેટમાં વર્તમાન સરકાર માટે ખુબ ઉપયોગી સાબિત થનાર છે. કારણ કે આના મારફતે હાલમાં મોંઘવારીના કારણે પરેશાન થયેલા લોકોને રાહત આપવાની તક રહેલી છે. સાથે સાથે કેટલાક નવા પગલા લેવાની જરૂરિયાત દેખાઇ રહી છે.રમકડાની માંગ હાલના દિવસોમાં ભારતમાં વધી રહી છે. જુદા જુદા ક્ષેત્રોની માંગ કરવામાં આવી ચુકી છે. હવે બજેટને અંતિમ ઓપ આપવાની કવાયત જારી દેખાઇ રહી છે.

(3:36 pm IST)