Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

મની લોન્ડરિંગ મામલે એર એશિયાના આખા મેનેજમેન્ટને ઇડીએ સમન્સ મોકલ્યું :20મીએ પૂછપરછ માટે બોલાવાયા

કંપનીના સીઈઓ ટોની ફર્નાંડિસ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓની પૂછપરછ કરશે

નવી દિલ્હીઃ મની લોન્ડ્રિંગ મામલે એર એશિયાની મુશ્કેલી વધી  ઈડીએ એર એશિયાના મુખ્ય કાર્યકારી અધિકારી ટોની ફર્નાંડિસ સહિત ટૉપ મેનેજમેન્ટના અધિકારીઓને સમન મોકલ્યું છે. ઈડી કંપનીના સીઈઓ ટોની ફર્નાંડિસ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓની પૂછપરછ કરશે.

એર એશિયાના અધિકારીઓને 20 જાન્યુઆરીએ હાજર થવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. મની લોન્ડ્રિંગ મામલામાં તેઓ ટોની ફર્નાંડિસ સિવાય એર એશિયા એરલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ થરુમલિંગમ ચંદિલિયા અને એર એશિયામાં પર્યાપ્ત ભાગીદારી રાખના ઉદ્યોગપતિ અરુણ ભાટિયાને સમય જાહેર કરવામાં આવ્યું છે.

ઈડીએ ફર્નાંડિસને પૂછપરછ માટે 20 જાન્યુઆરીએ બોલાવ્યા છે. તપાસને આગળ વધારવા માટે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈડીએ એર એશિયા અને તેના અધિકારીઓ વિરુદ્ધ 2018માં મની લોન્ડ્રિંગ રોકથામ અધિનિયમ અંતર્ગત મામલો નોંધી લીધો હતો. એર એશિયાના અધિકારીઓ પર આરોપ છે કે તેમણે પોતાની ભારતીય કંપની એર એશિયા ઈન્ડિયા લિમિટેડના આંતરરાષ્ટ્રીય લાયસેન્સ અપાવવા માટે સરકારી નીતિઓને ખોટી રીતે પ્રભાવિત કરવાની કોશિશ કરી છે

(12:58 pm IST)