Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

તાલીબાન ૭ થી ૧૦ દિવસ યુધ્ધ વિરામ માટે તૈયારઃ પ્રસ્તાવની જાણ અમેરિકી દુતને કરાશે

અમેરિકા- તાલીબાન વચ્ચે શાંતિ વાર્તા આગળ વધવાની આશા

કાબુલઃ તાલીબાન અને અમેરિકા વચ્ચે શાંતિવાર્તા વધવાની આશા વધી રહી છે. તાલીબાનના ટોચના અધિકારીએ જણાવેલ કે અફઘાનિસ્તાનમાં યુધ્ધના અંત અને શાંતિ કરારની રાહ લાંબા સમયથી થઈ રહી છે. જેને ધ્યાનમાં રાખી તાલીબાન ૭ થી ૧૦ દિવસ માટે સીઝફાયર માટે તૈયાર છે.

આ પહેલા તાલીબાનની લીડરશીપ કાઉન્સીલે બે ઉચ્ચસ્તરિય બેઠકો કરેલ. બેઠકમાં અમેરિકાના ખાસ દુત જયમય ખલીલજાદના પ્રસ્તાવ ઉપર ચર્ચા કરાયેલ. કતાર પ્રશાસન હવે તાલીબાનના નિર્ણયની માહિતી ખલીલજાદને આપશે અને જો ખલીલજાદ તરફથી આ પ્રસ્તાવને સ્વીકારાશે તો ઔપચારિક રીતે તેની જાહેરાત કરાશે.

(12:58 pm IST)