Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

નાણાકિય વર્ષમાં કૃષિક્ષેત્રે વિકાસ દર વધીને 3.1 ટકા રહેશે : નીતિ આયોગ

પહેલા અને બીજા ત્રિકાસિકમાં ક્રમશ: કૃષિ ક્ષેત્રનો વિકાસ દર બે ટકા અને 2.1 ટકા હતો

નવી દિલ્હી :  નાણાકિય વર્ષમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર વધીને 3.1 ટકા રહેવાની શક્યતા છે, નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે ગુરૂવારે કહ્યું કે, ચાલુ નાણાકિય વર્ષમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર વધીને 3.1 ટકા રહી શકે છે. હાલના નાણાકિય વર્ષમાં કૃષિ વિકાસ દર 2.9 ટકા હતો. તેમણે કહ્યું કે, અત્યારે કૃષિ ક્ષેત્રમાં અને વધારે પ્રતિસ્પર્ધા અને પ્રાઇવેટ રોકાણની જરૂર છે. ભારતીય કૃષિના વિકાસમાં પ્રાઇવેટ ક્ષેત્રની ભૂમિકા મોટી રહેશે.

ચંદે એક કાર્યક્રમમાં કહ્યું કે, ચાલુ નાણાકિય વર્ષમાં ભારતીય કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 3.1 ટકા રહેવાની શક્યતા છે. નાણાકિય વર્ષ 2018-19 માં કુલ વૃધિદર 2.9 ટકા હતો. નાણાકિયવર્ષ 2019-20 ના પહેલા અને બીજા ત્રિકાસિકમાં ક્રમશ: કૃષિ ક્ષેત્રનો વિકાસ દર બે ટકા અને 2.1 ટકા હતો. કૃષિ ક્ષેત્રમાં પ્રાઇવેટ રોકાણને મહત્વ આપતાં ચંદે કહ્યું કે, પ્રાઇવેટ ક્ષેત્રની સક્રિય ભાગીદારી વગર ખેતીનું સ્વરૂપ આધુનિક ન થઈ શકે.

(12:30 pm IST)