Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ઈરાનના મિસાઇલ હુમલામાં 11 અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા : રિપોર્ટમાં ખુલાસો

આ સૈનિકો અલ-અસદ એરબેઝ ફર તહેનાત હતા: નુકશાનનો અંદાજ લગાવવા તજવીજ

બગદાદ : ગત દિવસોમાં કદ્સ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાને ઇરાકના અમેરિકન એરબેઝ પર મિસાઇલથી હુમલો કર્યો હતો. હુમલા બાદ અમેરિકાએ દાવો કર્યો હતો કે તેનો કોઈ સૈનિક ઘાયલ થયો નથી. પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આ હુમલામાં અમેરિકાના 11 સૈનિકો ઘાયલ થયા હતા.

અમેરિકન ન્યૂઝ એજન્સી સીએનએનના જણાવ્યા પ્રમાણે સૂત્રોનું કહેવું છે કે 11 સૈનિકો ઘાયલ થયા હતા. આ સૈનિકો અલ-અસદ એરબેઝ ફર તહેનાત હતા. જેમાંથી અનેક સૈનિકોએ હુમલા બાદ ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. હુમલામાં કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ઈરાનનો દાવો ઈરાને દાવો કર્યો હતો કે મેજર નજરલ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માટે અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર આશરે બે ડઝન મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ હુમલામાં અમેરિકાના 80 સૈનિકોનાં મોત થયા છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના દાવાને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે કોઈ પણ અમેરિકન સૈનિકને નુકસાન થયું નથી

(12:04 pm IST)