Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

બજેટ ૨૦૨૦-૨૧

નવા મેન્યુફેકચરીંગ એકમોને મળશે વધુ કરરાહત

૧૫ ટકાના ટેક્ષને વધુ બે વર્ષ લંબાવાય તેવી શકયતા

નવી દિલ્હી,તા.૧૭: સરકાર આ વખતના બજેટમાં નવા વિનિર્માણ એકમો માટે કોર્પોરેટ કરના દરમાં છુટને વધુ બે વર્ષ માટે લંબાવી શકે છે. ઇન્વેસ્ટ ઇન્ડીયા ઉપરાંત આંતરિક વેપાર વિભાગ નવા એકમો માટે કોર્પોરેટ કરમાં છુટછાટ વધારવા અને તેને પાછલા કેટલાક મહિનાઓથી લાગુ કરવાની માંગણી કરી રહ્યા છે. જેથી ૧ ઓકટોબરની સમયસરમાં ચુકી જનારાઓને પણ તેનો લાભ મળી શકે.નાણા મંત્રાલયને અપાયેલા પ્રસ્તાવમૉ વ્યાપાર વિભાગે ૧૫ ટકાના ઓછા કોર્પોરેટ કરને બે વર્ષ સુધી લંબાવવાની માંગણી કરી છે. તેનાથી કંપનીઓને ઉત્પાદન શરૂ કરવા માટે ૩૧ માર્ચ ૨૦૨૫ કંપનીઓને વધુ સમય આપવાની સાથે જ ભારતને ૨૦૨૪ -૨૫ સુધીમાં ૫ લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યને અનુરૂપ પણ છે.એક સરકારી અધિકારીએ કહ્યું કે કેટલાક ક્ષેત્રોમાં ઉત્પાદન શરૂ કરવામાં લાંબો સમય લાગે છે. કર છુટની સુવિધા ૨૦૨૫ સુધી કરવાથી આ ક્ષેત્રોને ઘણો સમય મળી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે અર્થવ્યવસ્થાને ગતિ આપવા નાણાં પ્રધાન સીતારમણે ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૯ના કોર્પોરેટ કરમાં છુટછાટ આપવાની જાહેરાત કરી હતી. જો કે તેમાં એકમોની સ્થાપનાનું કામ ૧ ઓકટોબર ૨૦૧૯થી શરૂ કરીને ૩૧માર્ચ ૨૦૨૩ સુધીમાં ઉત્પાદન શરૂ કરવાની શરત રાખવામાં આવી હતી. આવા એકમો પાસેથી ૧૫ ટકાના દરે કોર્પોરેટ ટેક્ષ લેવાની જાહેરાચ થઇ હતી. આ કંપનીઓને લઘુતમ વૈકલ્પિક કર (મેટ)માં પણ રાહત અપાઇ હતી. કોઇ પ્રકારની છુટછાટ ન લેનાર હાલની કંપનીઓ માટે પણ કરના દરો ઘટાડીને ૨૫ ટકા કરાયા હતા.

(11:27 am IST)