Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

હવે પાકિસ્તાની પત્રકારે બાદશાહ બનીને રિપોર્ટિંગ કર્યું

કરાંચી,તા.૧૭: ગધેડા પર બેસીને રિપોર્ટિંગ કરી ચૂકેલા પાકિસ્તાનના પત્રકાર અમીન હફીઝ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ભાઈસાહેબે લાહોરના કિલ્લાના શાહી કિચનમાંથી રિપોર્ટિંગ કર્યું છે અને એ વખતે તેમણે બાદશાહ જેવો વેશ ધારણ કર્યા છે. આ કિલ્લો વર્લ્ડ હેરિટેજમાં શામેલ છે અ ને છતાં અહીં લોકો કાયદાનું ઉલ્લંઘન કરીને શાદી-બ્યાહ જેવી રસમો અહીં કરે છે. આ મામલે એક યુગલ પકડાયું છે અને એ સંદર્ભે રિપોર્ટિંગ કરતી વખતે અમીન હફીઝે બાદશાહી ઠાઠ સાથે ઘટનાનું રિપોર્ટિંગ કયું છે. સાવ સાદી જણાતી ઘટના હોવા છતાં આવા ગતકડાંને કારણે વિડિયોને ર.પ લાખથી વધુ વ્યુઝ મળ્યા છે.

(11:27 am IST)