Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

રાજસ્થાનમાં આજે પંચાયત ચૂંટણીનું મતદાનઃ ૯૩ લાખથી વધુ મતદારો

જયપુરઃ રાજસ્થાનમાં પંચાયત રાજ ચૂંટણીઓ માટે પહેલા તબકકાનું મતદાન  આજે ચાલુ છે.  સરપંચના પદો માટે આજે જ મતગણતરી થશે જયારે ઉપસરપંચ માટે કાલે તા.૧૮ના યોજાશે. ૮૭ પંચાયત સમિતિના ૨૭૨૬ ગ્રામ પંચાયતોના ૨૬૮૦૦ વોર્ડમાં મતદાન સવારે ૮ થી સાંજે ૫ સુધી યોજાશે મતદાન. ૯૩ લાખથી વધુ મતદારો મતદાન કરશે. જેમાં ૪૮ લાખથી વધુ પુરૂષો અને ૪૪ લાખથી વધુ મહિલાઓ અને ૪૭ અન્ય મતદાર છે. ૧૧ હજારથી વધુ ઇવીએમનો ઉપયોગ થશે. ૩૩૦૦ જેટલા ઇવીએમ વધારાના રખાયા છે.

(11:25 am IST)