Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સેન્ટ્રલ કોન્ટ્રેકટ સાથે ધોનીના ફયુચરને કોઈ સંબંધ નથી

બોર્ડનું કહેવું છે કે કેપ્ટન કૂલ ઈચ્છશે તો હજી પણ ટીમમાં રમી શકશેઃ ધોની વર્લ્ડકપ બાદ એક પણ મેચ રમ્યો ન હોય તેનું નામ કોન્ટ્રાકટમાં નથી

નવીદિલ્હીઃ ઈન્ડિયન ક્રિકેટ બોર્ડે જાહેર કરેલા સેન્ટ્રલ કોન્ટ્રેકટમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ ન આવતાં તેના ભવિષ્યને લઈને ચર્ચા ચાલી રહી છે. ધોનીના કરીઅરને ધી એન્ડ આવી ગયો એવું ઘણા લોકોનું કહેવું છે. જો કે આ વિશે ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે એક વાત કિલયર કહી દઈએ કે તમે ટીમમાં રમી શકો કે નહીં એ માટે સેન્ટ્રલ કોન્ટ્રેકટફ ફાઈનલ ઓથોરિટી નથી. રેગ્યુલર પ્લેયરને કોન્ટ્રેકટ આપવામાં આવે છે અને પ્રામાણિકતાથી કહીએ તો ધોનીએ ૨૦૧૯ના વર્લ્ડ કપની સેમી ફાઈનલ બાદ એક પણ મેચ નથી રમી. આ કારણસર તેનું નામ કોન્ટ્રેકટમાં નથી. જો કોઈ એવું વિચારતું હોય કે આ તેના કરીઅરનો રોડ બ્લોક છે અથવા તો સિલેકટર્સની હિન્ટ છે તો એવું કંઈ નથી. તે હજી પણ પર્ફોર્મ કરી શકે છે અને ટીમમાં સ્થાન મેળવી શકે છે. જો તે ઈચ્છતો હોય તો તે ટી૨૦ વર્લ્ડ કપમાં પણ રમી શકે છે. સેન્ટ્રલ કોન્ટ્રેકટને ધોનીના ફયુચર સાથે કોઈ લેવાદેવા નથી. ભૂતકાળમાં આપણે કોન્ટ્રેકટ વગર પણ પ્લેયર્સને દેશ માટે રમતા જોયા હતા અને ભવિષ્યમાં પણ તમે એ જોઈ શકશો.

(11:23 am IST)