Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ઇસરોએ ફરી ઇતિહાસ રચ્યો

સંચાર ઉપગ્રહ જીસેટ - ૩૦નું લોન્ચીંગઃ 5G સેવાને મળશે વેગ

ફ્રેંચના ગુઆનાથી સફળતાપૂર્વક અવકાશગમનઃ ૨૦૨૦નું પ્રથમ મિશનઃ દેશની સંચાર સેવા વધુ મજબુત થશે

નવી દિલ્હી,તા.૧૭: ભારતીય અંતરિક્ષ સંગઠન (ઈસરો)એ ફરી એકવાર ઈતિહાસ રચી નાખ્યો છે. ઈસરોએ દેશના નામે વધુ એક મોટી સફળતા લખી દીધી છે અને સૌથી તાકાતવર સંચાર ઉપગ્રહ જીસેટ- ૩૦ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો. ૨૦૨૦માં ઈસરોનું આ પહેલું લોન્ચ છે, જેમાં તેને સફળતા મળી છે. ઈસરોના જીસેટ-૩૦ને યૂરોપિયન હેવી રોકેટ એરિયન-૫થી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. જેને ૧૭ જાન્યુઆરીએ વહેલી સવારે ૨.૩૫ કલાકે દક્ષિણ અમેરિકાના ઉત્ત્।રપૂર્વી તટ પર કૌરોના એરિયર પ્રક્ષેપણથી લોન્ચ કરવામાં આવ્યો. આ ભારતને એવો ૨૪મો સેટેલાઈટ છે, જેને એરિયનસપેસના એરિયન રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો હોય.

ઈસરોએ ૨૦૨૦માં પોતાનો પહેલો સેટેલાઈટ લોન્ચ કર્યો. જીસેટ-૩૦ લોન્ચ કર્યાની થોડી વાર બાદ જીસેટ-૩૦થી એરિયન-૫ સ્ખ્૨૫૧ ઉપરી ભાગ સફળતાપૂર્વક અલગ થઈ ગયો. જીસેટ-૩૦ ઈનસેટ-૪એની જગ્યા લેશે. જીસેટ-૩૦ની કવરેજ ક્ષમતા વધુ હશે. ઈનસેટ-૪ને વર્ષ ૨૦૦૫માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે ઈનસેટ-૪ની ઉંમર પૂરી થઈ ચૂકી છે, સાથે જ ઈન્ટરનેટ ટેકનોલોજીમાં તેજીથી બદલાવ આવી હ્યા છે, જેના કારણે દેશને વધુ તાકાતવર સેટેલાઈટની જરૂરત હતી.જીસેટ-૩૦ સેટેલાઈટનું વજન ૩૧૦૦ કિલોગ્રામ છે. આ સેટેલાઈટ ૧૫ વર્ષ સુધી કામ કરશે. આ ઉપગ્રહથી ભારતની ટેલિકોમ સર્વિસ વધુ સારી થશે અને ઈન્ટરનેટ સેવાની સ્પીડ વધશે. આ સેટેલાઈટ લોન્ચ બાદ એવા વિસ્તારોમાં પણ મોબાઈલ સેવા પહોંચશે જયાં અત્યાર સુધી ઈન્ટરનેટના નામે મીંડું હતું. જીસેટ-૩૦નો ઉપયોગ વ્યાપક રૂપે વીસેટ નેટવર્ક, ટેલીવિઝન અપલિંકિંગ, ટેલીપોર્ટ સેવાઓ, ડિજિટલ સેટેલાઈટ, ડીટીએચ ટેલિવિઝન સર્વિસિઝની સાથોસાથ જળવાયુમાં આવતા બદલાવ સાથે મોસમની ભવિષ્યવાણી કરવામાં મદદ કરશે.

(10:50 am IST)