Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ઈન્ટરનેટ ફ્રીડમમાં પણ પાકિસ્તાન સૌથી પાછળઃ ૧૦માંથી મળ્યા ફકત ૭ નંબર

કુલ ૧૮૧ દેશોમાં ઈન્ટરનેટ સ્વતંત્રતાને લઈને સર્વે કરાયો હતો

ઇસ્લામાબાદ, તા.૧૭: ઈન્ટરનેટની આઝાદીના મામલે પાકિસ્તાનને સૌથી ખરાબ દેશ ગણવામાં આવ્યો છે. કુલ ૧૮૧ દેશોને સર્વેમાં સામેલ કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સર્વેમાં પાકિસ્તાનને ૧૦માંથી ૭ નંબર મળ્યા હતા. વિવિધ પાંચ માપદંડોના આધારે સર્વે કરાયો હતો. જેના આધારે પાકિસ્તાનને ઈન્ટરનેટની આઝાદીમાં પાછળ ગણવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સર્વેક્ષણમાં ટોરેન્ટ, પોનોગ્રાફ્રી, ન્યૂઝ મીડિયા, સોશ્યિલ મીડિયા અને વીપીએનને માનક તરીકે રાખવામાં આવ્યા હતા. આ આધારે કુલ ૧૮૧ દેશોમાં ઈન્ટરનેટ સ્વતંત્રતાને લઈને સર્વે કરાયો હતો. તેમાં પાકિસ્તાનને ૧૦માંથી ૭ નંબર મળ્યા હતા. પાકિસ્તાન સિવાય બેલારૂસ, તુર્કી, ઓમાન, સંયુકત અરબ અમીરાત અને ઈરિટ્રિયાને પણ ૧૦માંથી ૭ નંબર મળ્યા છે. સેન્સરશીપ સ્કેલમાં આ નંબર ઈન્ટરનેટ ફ્રીડમને લઈને ઘણી ખરાબ સ્થિતિને સૂચવે છે.

પાકિસ્તાનની સાથે રાખવામાં આવેલા આ દરેક દેશોને ઈન્ટરનેટ સેન્સરશીપને લઈને સમાન દૃષ્ટિકોણ છે. આ દરેક દેશોમાં પોનોગ્રાફી પ્રતિબંધિત છે અને રાજનીતિક મીડિયા પર મોટાભાગે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પાકિસ્તાન સિવાય સેન્સરશીપ સ્કેલમાં ઉત્ત્।રી કોરિયાને ૧૦ માંથી ૧૦, ચીનને ૧૦માંથી ૯, રશિયા અને તુર્કમેનિસ્તાન અને ઈરાને ૮ અંક મળ્યા છે.

(10:06 am IST)