Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

શાહિન બાગમાં થઈ રહેલું પ્રદર્શન કોંગ્રેસ દ્વારા સ્પોન્સર મહિલાઓને રૂપિયા આપીને ધરણા પ્રદર્શનમાં બોલાવાઇ

ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદા(CAA)નાં વિરોધમાં દિલ્હીનાં શાહિન બાગ ખાતે થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

અમિત માલવિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિડિયો શેર કર્યો છે. જેમાં તેણે દાવો કર્યો છે, કે શાહિન બાગમાં થઈ રહેલું પ્રદર્શન કોંગ્રેસ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે. વિડિયોમાં જોઈ શકાય છે, કે એક યુવક જણાવી રહ્યો છે કે, કેવી રીતે શાહિન બાગમાં મહિલાઓને પ્રદર્શન માટે લવાઈ છે. યુવકનું કહેવું છે કે, શાહિન બાગ પર ધરણા પર બેઠેલી મહિલાઓને 500થી 1200 રૂપિયા આપીને પ્રદર્શનમાં બોલાવાય છે.

 
(12:00 am IST)