Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

૧૫ વર્ષથી જૂની મોટરકાર ઉપર વધુ ટેકસ?

સ્ક્રેપેજ પોલીસ અંગે હવે મોદી સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરશે : મંજૂરીની રાહ

નવી દિલ્હીઃ લાંબા સમયથી લટકેલી સ્ક્રેપેજ પોલિસી અંગે આગામી દિવસોમાં નિર્ણંય લેવાઈ શકે છે મળતી જાણકારી મુજબ પોલિસીના ડ્રાફ્ટને એકવાર ફરીથી વડાપ્રધાન કાર્યાલયએ પરત મંગાવ્યો છે. સ્ક્રેપેજ પોલિસીની ફરીથી ડ્રાફ્ટિંગ થશે. સ્ક્રેપેજ પોલિસી એકવાર ફરીથી પીએમઓ પાસે રજૂ થશે. સ્ક્રેપેજ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર છે. પીએમઓની મંજૂરી પછી સ્ક્રેપેજ પલિસી આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમઓ પહેલા પણ પોલિસીના ડ્રાફ્ટને પરત મંગાવી ચૂકયો છે. બજેટ પહેલા પોલિસી આવવાની સંભાવના ઓછી છે. જૂની ગાડીના બદલે નવી ગાડી ખરીદવા ઉપર છૂટ મળશે. નવી કાર ખરીદવા ઉપર રજિસ્ટ્રેશન ફી આપવી નહીં પડે. રાજય ૧૫ વર્ષ કે તેની ઉપરની જૂની ગાડીઓ ઉપર વધારે રોડ ટેકસ લગાવી શકશે.

આ ડ્રાફ્ટમાં રાજયોને નવી અને જૂની ગાડીઓ માટે અલગ અલગ રોડ ટેકસ લગાવવા માટે કહ્યું છે. સ્ક્રેપ્ડ ગાડીઓ ઉપર રોડ ટેકસમાં છૂટ આપી શકાશે. ૧૫ વર્ષથી જૂની ગાડીઓ ઉપર ૬ મહિનામાં ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. ૧૫ વર્ષ જૂની ગાડીઓના રજિસ્ટ્રેશનને રિનુઅલ્સમાં ૨૦ ટકા વધારેની વધારો કર્યો છે. અત્યારે નાની ખાનગી કારના રજિસ્ટ્રેશન રિનુઅલ્સ ઉપર ૬૦૦ રૂપિયા લાગશે. પરંતુ સ્ક્રેપેજ પોલિસીમાં આ રૂ.૧૫,૦૦૦ પ્રસ્તાવિત છે. ૭.૫ ટનથી ઓછી નાની કોમર્શિયલ ગાડીઓના રજિસ્ટ્રેશન રિનુઅલ્સ હજી ૧૦૦૦ રૂપિયા છે. જે રૂ,૨૦,૦૦૦ પ્રાસ્તાવિક છે. મિડિયમ અને હેવી કોમર્શિયલ ગાડીઓના રિનુઅલ માટે રૂ.૧૫૯૯ આપવા પડશે. જે પ્રસ્તાવમાં રૂ.૪૦,૦૦૦ છે.

(11:24 am IST)