Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

આતંકીઓ સાથે પકડાયેલ DSP દવિન્દર સિંહ પર પીએમ મોદી અને શાહ ચૂપ કેમ છે? : રાહુલ ગાંધી

કોંગ્રેસે પીએમ મોદી, ગૃહમંત્રી શાહ અને NSA અજીત ડોભાલના 'મૌન' પર સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હી :જમ્મૂ કાશ્મીરમાં હિજબુલ આતંકીઓની સાથે ધરપકડ કરાયેલ ડીએસપી દવિન્દર સિંહને લઇને કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી, ગૃહમંત્રી  અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના કથિત 'મૌન' પર સવાલ ઉઠાવ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે દવિન્દર સિંહની વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઇએ અને દોષિત ઠેરવા પર તેઓને કડક સજા આપવી જોઇએ. રાહુલ ગાંધીએ સવાલ પણ કર્યો કે દવિન્દર સિંહની પુલવામા હુમલામાં શું ભૂમિકા હતી અને તેઓને કોનું સરક્ષણ મળી રહ્યું હતું ?

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું, 'ડીએસપી દવિન્દર સિંહે 3 એવા આતંકવાદીઓને પોતાના ઘરમાં રાખ્યા અને તેઓને દિલ્હી લઇ જતા પકડાઇ ગયા, જેમના હાથ ભારતીય નાગરિકોના લોહીથી રંગાયેલા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું, તેઓની વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં છ મહીનાની અંદર કેસ ચલાવવો જોઇએ અને જો તેઓ દોષિત ઠેરવાય છે તો ભારતની વિરુદ્ધ દેશદ્રોહ માટે કડકથી કડક સજા મળવી જોઇએ.

(12:00 am IST)