Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કોઝીકોડમાં વિદ્યાર્થી-વિર્દ્યાિથની માટે જેન્ડર ન્યૂટ્રલ ગણવેશ અમલી થતાં વિવાદ :મુસ્લિમ જૂથોનો વિરોધ

આવા ગણવેશથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે. નવો ગણવેશ પહેરવા માટે દબાણ કરવામાં નહીં આવે

કોઝિકોડની એક સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાએ પોતાના ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ માટે જેન્ડર ન્યૂટ્રલ ગણવેશ અપનાવ્યો છે.

બાલુસ્સેેરીની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાની ૨૦૦ વિદ્યાર્થીની અને ૬૦ વિદ્યાર્થીઓએ હવે વાદળી પેન્ટ અને લાઇનિંગ ધરાવતું શર્ટ ધારણ કરવાનું શરૃ કરી દીધું છે. શાળાના વાલી-શિક્ષક સંગઠને આ ગણવેશ પર પસંદગી ઉતારી છે. શાળાના વાલી-શિક્ષક સંગઠનના પ્રમુખ કે. શિબુએ જણાવ્યું હતું કે શાળા કોઇપણ વિદ્યાર્થી પર નવો ગણવેશ ધારણ કરવા દબાણ નહીં કરે. કિશોર અને કિશોરી એમ બંને સમાન દરજ્જાની આઝાદી અનુભવશે. વિદ્યાર્થીઓ સ્કાફ કે હિજાબ ધારણ કરવા મુક્ત છે.

રાજ્યની કેટલીક પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ ભૂતકાળમાં આવો ગણવેશ અપનાવી ચૂકી છે. ઉચ્ચ શિક્ષણપ્રધાન પ્રોફેસર આર. બિંદુએ આ શાળામાં જેન્ડર ન્યૂટ્રલ યુનિફોર્મ અમલીકરણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આવા ગણવેશથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે.

જોકે કેટલાક મુસ્લિમ સંગઠનોનો આક્ષેપ કરી રહ્યા છે કે વાલીઓ વચ્ચે વિચારણા પહેલાં જ યુનિફોર્મ અમલી બન્યો છે. સુન્ની વિદ્યાર્થી સંગઠનના નેતૃત્વ હેઠળ શાળા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો નિર્ણયને સમાજના એક મોટા વર્ગે આવકાર્યો છે. અન્ય શાળામાં પણ જેન્ડર ન્યૂટ્રલ ગણવેશને ફરજિયાત કરવા સોશિયલ મીડિયા પર ચર્ચા શરૃ થઇ છે.

(12:47 am IST)