Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

આલિયા ભટ્ટ પર પેંડમિક એક્ટ હેઠળ થઇ શકે કાર્યવાહી : દિલ્હી જઈને તોડ્યા કોરોના નિયમ

આલિયા તેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના મોશન પોસ્ટર લોન્ચ ઈવેન્ટમાં પહોંચી ;તેની સાથે રણબીર કપૂર અને અયાન મુખર્જી પણ હતા

મુંબઈ :મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં કોવિડ-19 ચેપના કેસ સતત વધી રહ્યા છે.બોલિવૂડમાં પણ કરીના કપૂરથી લઈને શનાયા કપૂર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આલિયા ભટ્ટ હવે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMCના નિશાના પર છે. BMCએ અભિનેત્રી પર કોવિડ-19 માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

આલિયા દિલ્હીમાં તેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના મોશન પોસ્ટર લોન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી. તેની સાથે રણબીર કપૂર અને અયાન મુખર્જી પણ હતા. હવે આ ત્રણેયને મુંબઈમાં 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાની સૂચના આપી શકાય છે.

આલિયા ભટ્ટ મુંબઈ પરત ફરી હતી. જ્યારે રણબીર કપૂર અને અયાન મુખર્જી હાલ પોતાના ઘરે પરત ફર્યા નથી. BMC સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ સ્ટાર્સ સામે મહામારી એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આલિયા ભટ્ટનો RT-PCR રિપોર્ટ ભલે નેગેટિવ આવ્યો હોય, પરંતુ BMCના નિયમો અનુસાર તે ‘હાઈ રિસ્ક’ કોન્ટેક્ટ છે. આવી સ્થિતિમાં, તેઓએ 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.

(11:46 pm IST)