Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ઓમીક્રોનનો ફેલાવો રોકવા યુકેથી બિન-આવશ્યક મુસાફરી પર ફ્રાન્સ સપ્તાહના અંતમાં લગાવશે રોક

ફ્રાન્સના નાગરિકો અને યુરોપિયન યુનિયનના નાગરિકો હજુ પણ બ્રિટનથી ફ્રાન્સ પરત ફરી શકે

નવી દિલ્હી : ફ્રાન્સ સરકારે જણાવ્યું હતું કે કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનનો ફેલાવો અટકાવવા માટે યુકેથી બિન-આવશ્યક મુસાફરી પર સપ્તાહના અંતથી પ્રતિબંધ મૂકવામાં આવશે, કારણ કે ત્યાં કોરોના વાયરસના રેકોર્ડ કેસ નોંધાયા છે. સરકારે નિવેદનમાં જણાવ્યું છે કે શનિવારની મધ્યરાત્રિથી એટલે કે 2300 GMT શુક્રવારથી યુકેની મુલાકાત સર્દભે ખુલાસો આપવો પડશે, રસી લેનાર અને રસી ન લીધી હોય તે બન્ને પર આ લાગુ રહેશે.

સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કોવિડ-19નું નવું સ્વરૂપ ઓમિક્રોન, યુકેમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, સરકારે બ્રિટનથી  આવતા લોકો માટે નિયમો પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. ફ્રાન્સના નાગરિકો અને યુરોપિયન યુનિયનના નાગરિકો હજુ પણ બ્રિટનથી ફ્રાન્સ પરત ફરી શકે છે.ફ્રાન્સના પ્રવક્તા ગેબ્રિયલ અટ્ટલે કહ્યું કે અમે પહેલા કરતા વધુ કડક નિયંત્રણ સિસ્ટમ પુનઃસ્થાપિત કરીશું. તેમણે કહ્યું, “આની પાછળનો ઉદ્દેશ્ય ફ્રાન્સમાં ઓમિક્રોનના કેસને શક્ય તેટલું અટકાવવાનો અને રસીકરણ બૂસ્ટર ડ્રાઇવને પાયાના સ્તરે આગળ વધારવાનો છે.

નોંધપાત્ર રીતે, બ્રિટનમાં કોરોના રોગચાળાની શરૂઆતથી છેલ્લા દિવસે એટલે કે બુધવારે, કોવિડ -19 ના રેકોર્ડ કેસ નોંધાયા છે. બુધવારે બ્રિટનમાં કોરોના ચેપના સૌથી વધુ 78,610 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 8 જાન્યુઆરીએ બ્રિટનમાં લોકડાઉન હતું ત્યારે કોરોના વાયરસના રેકોર્ડ 68,053 કેસ નોંધાયા હતા. આ જાન્યુઆરીમાં નોંધાયેલા આંકડા કરતાં લગભગ 10,000 વધુ છે

(7:44 pm IST)