Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અદ્ભૂત ઘટના... પીએમ મોદી વારાણસીમાં દિવ્યાંગ મહિલાના ચરણ સ્પર્શ કર્યાઃ તસ્વીર વાયરલઃ લાખો લોકોના જીત્યા દિલ

નવી દિલ્હી : પીએમ મોદી હાલમાં વારાણસી ગયા હતા. તેમણે ત્યાં એક દિવ્યાંગ મહિલાને પગે પડી લાખો ભારતીયોના દિલ જીતી લીધા છે. આ મહિલા વ્યકિતગત રીતે મોદીને મળવા આવી હતી. આ મહિલાનું નામ શીખા રસ્તોગી છે. મહિલાને જોતા જ પીએમએ તરત જ તેમના હાલચાલ પૂછ્યા હતા અને જ્યારે તે મહિલા પીએમના આશિર્વાદ લેવા તેમના તરફ આગળ વધી તો પીએમએ તેણીને રોકીને વળતા ચરણ સ્પર્શ કર્યા હતા. આ સન્માન નારી શકિતનું સન્માન છે. સોશ્યલ મીડિયામાં મોદીની આ ઉદારતાના ભરપૂર વખાણ થઇ રહ્યા છે.

(4:04 pm IST)