Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સેન્ટ્રલ યુનિ.ઓ-IIT- IIMમાં ૧૦ હજારથી વધુ શિક્ષકોના પદ ખાલીઃ સરકારી બેંકોમાં ૪૧ હજારથી વધુ જગ્યાઓ ભરવાની બાકી

કેન્દ્રીય શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને નાણામંત્રીનો સંસદમાં સ્વિકાર : સરકાર તરફથી વર્ષના અંતની વધુ એક ભેટઃ પી.ચિદમ્બરમ

નવી દિલ્હી,તા.૧૬: કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજયસભામાં માહિતી આપતા જણાવેલ કે કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય, IITઅને  IIMમાં ૧૦ હજારથી વધુ શિક્ષકોના પદ ખાલી છે. આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે કેન્દ્ર ઉપર પ્રહાર કરતા જણાવેલ કે, આ સરકાર તરફથી વર્ષના અંતની ભેટ છે.

પૂર્વ નાણામંત્રી ચિંદંબરમે ટ્વીટ કરેલ કે, મોદી સરકાર તરફથી એક વધુ વર્ષના અંતની ભેટ. કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયો, IIT અને IIMમાં ૧૦ હજારથી વધુ શિક્ષણ પદ ખાલી છે. જેમાંથી ૪૧૨૬ એસી., એસટી અને ઓબીસી માટે આરક્ષીત છે. ટ્વીટમાં વધુમાં તેમણે જણાવેલ કે અમે વિચારેલ કે
શિક્ષકોના માધ્યમથી ભણાવવું તેમનો પ્રાથમીક ઉદ્દેશ્ય છે, મને આશ્ચર્ય છે કે આ સંસ્થાન પુરતા શિક્ષકો વિના શું કરે છે.

એક પ્રશ્નના લેખીત જવાબમાં ધર્મેન્દ્ર પ્રધાને જણાવેલ કે કેન્દ્રીય યુનિવર્સીટીઓમાં ૬૫૩૫ પૂર્ણકાલીક શિક્ષણ પદ, ૨૦ આઈઆઈએમમાં ૪૦૩ અને ૨૩ આઈઆઈટીમાં ૩૮૭૬ સ્થાનો ખાલી છે. દેશભરની સરકારી બેંકોમાં પણ કુલ ૪૧ હજારથી વધુ પદો ખાલી હોવાની નાણામંત્રી સિતારમને માહિતી આપી હતી. સૌથી વધુ એસબીઆઈમાં ૮૫૪૪ જગ્યાઓ ખાલી પડી છે.

(3:57 pm IST)