Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

આવક અને શ્રેણીના આધારે ભરો ITI ફોર્મ

કુલ ૭ પ્રકારના હોય છે ઈનકમ ટેકસ રિટર્ન ફોર્મ

 નવી દિલ્હીઃ ITI ફોર્મ ૭ પ્રકારના હોય છે. ક્યા ટેકસપિયરે ક્યું ફોર્મ ભરવાનું છે તે આવક, શ્રેણી, થ્રેસહોલ્ડ લિમિટ અથવા કામની પ્રકૃતિના આધાર પર નક્કી થાય છે.

આ છે અલગ-અલગ પ્રકારના ફોર્મ

ફોર્મ-૧ : જે ટેકસપિયર્સને સેલેરી, પ્રોપર્ટી રેંટ, ઈંટરેસ્ટ અને ૫૦૦૦ રૂપિયા સુધી અને પેંશનથી આવક પ્રાપ્ત થાય છે, તેમને ITI ફોર્મ ૧ એટલે સહજ ફોર્મ ભરવાનું હોય છે.  ૫૦ લાખ સુધીની વાર્ષિક આવક વાળા લોકો સહજ ફોર્મ ભરે છે. આ ફોર્મ તે લોકો માટે નથી જે કોઈ કંપનીમાં નિદેશકના પદ પર હોય અથવા જેમણે ગેરસૂચીબદ્ધ ઈકિવટી શેરમાં રોકાણ કર્યું છે.

ફોર્મ-૨: બિઝનેશ અથવા પ્રોફેશલ ઉપરાંત જે લોકોને અન્ય સ્ત્રોતોથી આવક થાય છે અને જે સહજ ફોર્મ ભરવા માટે યોગ્ય નથી, તેઓ ITI  ફોર્મ-૨ ભરી શકે છે. એટલે કે ૫૦ લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકો, સેલેરી, પેન્શન, વિદેશી સંપત્તિ એગ્રીકલ્ચરથી આવક ધરાવતા લોકો છે તેઓ આ ફોર્મ ભરી શકે છે.

ફોર્મ-૩: જે લોકોએ પાર્ટનરશીપમાં બિઝનેશ કર્યું છે અને તેમના તેમાંથી વ્યાજ,સેલેરી, અથવા બોનસના રૂપમાં આવક થાય છે. તેમને ફોર્મ-૩ ભરવું પડશે. કોઈ પ્રોપર્ટીમાંથી મળતા રેંટથી ઈનકમ મેળવવાની હોય છે. તો પણ ફોર્મ ૩ દ્વારા ઈનકમ ટેકસ ભરવું જરૂરી છે. જે લોકો ફોર્મ ૪ ભરવાના યોગ્ય નથી તેઓને ITI ફોર્મ ૩ ભરવાનું છે. 

ફોર્મ-૪: આ ફોર્મ તે લોકો માટે છે જેમને બિઝનેશ અથવા કામથી વાર્ષિક ઈનકમ ૫૦ લાખ રૂપિયા સુધી થઈ જાય છે. સાથે જજેમણે સેકશન 44AD, 44DA અને  44AE હેઠળ પ્રકલ્પિત આવક યોજનાને પસંદ કરી છે.

ફોર્મ-૫ : આ તે લોકો માટે છે જે ફોર્મ ૧થી લઈને ૪ અને ફોર્મ ૬ અને ૭ ભરવાના યોગ્ય નથી. આ ફોર્મ ૪ના યોગ્ય પાર્ટનરશિપ ફર્મ્સથી અલગ પાર્ટનરશિપ ફર્મ્સ અને ટેકસપિયર્સ માટે છે, જેમના માટે કોઈ ફોર્મ લાગૂ હોતું નથી.

ફોર્મ-૬ : તે કંપનીઓ અને ટેકસપિયર જેમણે ઈનકમ ટેકસ એકટની કલમ ૧૧ હેઠળ કોઈ પણ છૂટમળી નથી, તેમણે ITI ફોર્મ ૬ ભરવાનું હોય છે. ફોર્મ ૬ તે કંપનીઓ ભરે છે, જે ફોર્મ ૭ ભરનાર કંપનીઓથી અલગ છે.

ફોર્મ-૭ : આ ફોર્મ એવી કંપનીઓ અને ટેકસપિયર માટે જે માત્ર સેકશન ૧૩૯(૪એ), ૧૩૯(૪બી), ૧૩૯(૪સી) અથવા ૧૩૯(૪ડી) હેઠળ રિટર્ન ફાઈલ કરે છે. જે કંપનીઓને ઈનકમ ટેકસ એકટના સેકશન ૧૦ હેઠળ છૂટ પ્રાપ્ત છે અને જે અનિવાર્ય રૂપથી ITI ભરવા માટે બાધ્ય નથી,  તેમના માટે આ ફોર્મ ઉપર્યૂકત છે.

(3:06 pm IST)