Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ભગવાન કૃષ્ણના વનમાં રાત્રે રોકાનાર થઇ જાય છે પાગલ

દરવાજો આપોઆપ ખૂલે છે અને બંધ થાય છે : ભગવાન અહી રોજ રાત્રે આરામ ફરમાવવા આવે છે અહીં શ્રૃંગારની સામગ્રી પણ રોજ વિખરાયેલી મળે છે

નવી દિલ્હી,તા.૧૫: કૃષ્ણનગર વૃન્દાવનમાં એક એવુ મંદિર છે, જ્યાં માન્યતા છે કે આજે પણ ભગવાન કૃષ્ણ રોજ આવે છે. આ મંદિરનું નામ રંગમહલ છે. આ મંદિરમાં વૃન્દાવનનું ફેમસ મંદિર છે. આ મંદિરને લઈને લોકોમાં આસ્થા છે કે, રોજ રાત્રે કૃષ્ણ ભગવાન અને રાધા રાસ રચાવવા આવે છે.

અહીંના પૂજારી જણાવે છે કે, રંગમહલ મંદિરનો દરવાજો દરરોજ સવારે આપોઆપ ખુલી જાય છે. તો રાત્રે અહીંનો દરવાજો આપોઆપ બંધ થઈ જાય છે. કહેવાય છે કે, અહી આવીને ભગવાન કૃષ્ણનો ભોગ લગાવી શકાય છે, તેથી અહીં માખણ ચઢાવવામાં આવે છે. અહી રહેનારા પૂજારી જણાવે છે કે, શ્રીકૃષ્ણ અને રાધા હરરોજ અહી શયન માટે આવે છે. તેથી રોજ રાત્રે તેમની પથારી લગાવવામાં આવે છે. પૂજારીઓના અનુસાર, સવારે પથારી અસ્તવ્યસ્ત જોવા મળે છે. જે બતાવે છે કે, ભગવાન અહી રોજ રાત્રે આરામ ફરમાવવા આવે છે.

અહી શ્રૃંગારની સામગ્રી પણ રોજ વિખરાયેલી મળે છે. તે ઉપરાંત રાતમાં રાખવામાં આવેલો ભોગ પણ ખાધો હોય તેવુ લાગે છે. આ મંદિરની પાસે એક વન પણ છે. જેને નિધિ વનના નામથી ઓળખવામાં આવે છે. આ વન પણ રહસ્યમયી જગ્યા છે. લોકો કહે છે કે, ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રી રાધા નિધિ વનમાં અડધી રાત બાદ રાસ રચાવવા આવે છે. ભગવાન રાધાજીની સાથે સાથે રાસ રચાવે છે અને આ વનમાં રાત્રે રોકાવાની મનાઈ છે.

મંદિરના પૂજારી કહે છે કે, જે જગ્યા પર ભગવાન કૃષ્ણ રાસ રચાવે છે, ત્યાં પહેલા બે વ્યક્તિઓએ છુપાઈને ભગવાનના દર્શન કરવા વિશે વિચાર્યુ હતું. પરંતુ આગામી સવારે બંને પાગલ થઈ ગયા હતા. જેમાં એક સંત હતા, અહીં જ તેમની સમાધિ બનાવવામા આવી છે.

આ સ્થાનની આશ્ચર્યની વાત એ છે કે, અહી તમને દિવસે પક્ષીઓ જોવા મળશે. પણ રાત થયા જ અહીથી પક્ષીઓ ગાયબ થઈ જાય છે. માન્યતા છે કે, જે પણ અહી સાચા દિલથી કંઈ પણ માંગે છે, તેમની દરેક ઈચ્છા પુરી થાય છે.

(3:01 pm IST)