Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

IT પોર્ટલ પર રજૂ કરેલા ફોર્મ 26-ASના આધારે નોટિસ નહીં અપાઇ

સીબીડીટીએ આપી હૈયાધરપત, કરદાતાઓને રિટર્ન ભરતી વખતે જાણકારી આપવા માટે વિગતો રજૂ કરાઇ : સીબીડીટીએ કરદાતાઓને રાહત આપતો નિર્ણય લેતા હાશકારો

મુંબઇ તા. ૧૫ : ઇન્કમટેકસ પોર્ટલ પર ચાલુ વર્ષથી કરદાતાઓની સુવિધા માટે શરૂ કરવામાં આવેલા ર૬ એએસના ફોર્મમાં તમામ વિગતો પહેલેથી જ આપવામાં આવી છે, પરંતુ તેમાં અનેક ભૂલોને કારણે કરદાતાઓની પરેશાની વધવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. તેના કારણે ઇન્કમટેકસ પોર્ટલ પર રજૂ કરવામાં આવેલી વિગતોમાં આધારે કરદાતાઓને નોટિસ આપવા સહિતની કામગીરી કરવામાં નહીં આવે તેવી હૈયાધરપત સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ) દ્વારા આપવામાં આવી છે.

ઇન્કમટેકસમાં કરદાતાઓની વિગતો ઓનલાઇન જ મળી રહે તે માટે રદ એએસ નામનું ફોર્મ રજૂ કર્યું છે. આ ફોર્મની અંદર સમગ્ર વર્ષ દરમિયાન કરદાતાએ કરેલા તમામ નાણાકીય વ્યવહારોની વિગતો ઇન્કમટેકસ વિભાગ પાસે પહેલેથી જ હોવાના લીધે તે પ્રમાણેનું રિટર્ન ભરવામાં આવ્યું નહીં હોય તો કાર્યવાહી થવાની શકયતા રહેલી હતી. તેમજ કરદાતાઓને પણ તેની ચિંતા સતાવી રહી હતી, કારણ કે કેટલાક કિસ્સાઓમાં કરદાતાઓની જૂની વિગતો પર રજૂ કરવામાં આવી હતી.

તેમજ કેટલાક કિસ્સામાં ફિકસ ડિપોઝિટ બે નામ પર હોય તો બંનેમાં તેની વિગતો દર્શાવવામાં આવતી હોવાના લીધે કરદાતાઓને નોટિસ મળવાનો પણ ડર સતાવી રહ્યો હતો. તેના નિરાકરણ માટે સીબીડીટીએ આ વિગતો ફકત જાણકારી માટે જ હોવાની વાત કરી છે. તેના કારણે કરદાતાઓને સૌથી વધુ રાહત થવાની છે.(૨૧.૪)

જૂની વિગતોની વ્યાપક ફરિયાદ બાદ નિર્ણય લેવાયો

ઇન્કમટેકસ પોર્ટલ પર ન્યુ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (એઆઇએસ એટલે કે કરદાતાની સમગ્ર વર્ષ દરમિયાન મળતું વ્યાજ, ડિવિડન્ડ, સિકયુરિટી ટ્રાન્જેકશન, મ્યુચ્યુઅલ ફડ અને વિદેશમાં કરવામાં આવતા રોકાણ કે ત્યાથી આવતા નાણાની વિગતો પોટંલ પર જ જોવા મળે તેવી કામગીરી કરવામાં આવી છે. જયારે કરદાતાઓ દ્વારા રિટર્ન ભરી રહ્યા છે ત્યારે આ માટેનું જે ફોર્મ ર૬ એએસ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં કરદાતાઓની જૂની જ વિગતો રજૂ કરવામાં આવી હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી હતી. તેના કારણે કરદાતાઓને રિટર્ન ભરવામાં સમસ્યા સર્જાતી હોવાના લીધે જ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

પોતાની પાસે રહેલા પુરાવાના આધારે જ રિટર્ન ભરવું હિતાવહ

સીએ બિરજુ શાહે કહે છે કે, કરદાતાઓએ રિટર્ન ભરતી વખતે તેઓ પાસે રહેલી વિગતોના આધારે જ તેને ભરવું જોઇએ, કારણ કે ૨૬ એએસ ફોમંમાં કેટલીક વિસંગતતા રહેલી છે. જો તેના આધારે રિટર્ન ભરવાના બદલે પોતાની પાસે રહેલી વિગતોના આધારે જ રિટર્ન ભરવામાં આવે તો નોટિસ સહિતની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં તેમજ તે માટેની જાહેરાત પણ સીબીડીટી દ્વારા કરી દેવામાં આવતા અનેક કરદાતાઓને સૌથી વધુ રાહત થવાની છે.

(12:00 am IST)