Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વેકિસન નહી લો તો નોકરી જશે ! ગૂગલે કર્મચારીઓને આપી ચોખ્ખી ધમકી

કોરોનાના નિયમોનું પાલન નહી કરે તો તેમને સેલરી નહીં મળે : રસી ન લેનારને ૬ મહિના સુધી અનપેડ પર્સનલ લીવ અને પછી સસ્પેન્ડ કરી દેવામાં આવશે : ગૂગલે વર્ક ફ્રોમ હોમ ખતમ કરવાની સુવિધાને ટાળી દીધી

નવી દિલ્હી તા. ૧૫ : આલ્ફાબેટ ઈન્કની કંપની ગૂગલે પોતાના કર્મચારીઓને કહ્યું કે જો તેઓ કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો તેમને સેલરી નહીં મળે. કેટલાક મામલામાં તેમની નોકરી પણ જઈ શકે છે. એક ન્યૂઝ ચેનલે કેટલાક આંતરિક ડોકયુમેન્ટનો સંદર્ભ આપતા આ દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર ગૂગલ દ્વારા આપવામાં આવેલા મેમોમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓની પાસે રસીકરણની સ્થિતિ જાહેર કરવા અને પુરાવા દર્શાવનારા દસ્તાવેજો અપલોડ કરવા અથવા ચિકિત્સા અથવા ધાર્મિક છુટ માટે અરજી કરવા માટે ૩ ડિસેમ્બર સુધીનો સમય હતો.

મીડિયાના જણાવ્યાનુંસાર તે તારીખ બાદ ગૂગલ તે કર્મચારીઓનો સંપર્ક કરવાનું શરુ કરી દેશે. જેમણે પોતાના સ્ટેટ્સ અપલોડ નથી કર્યા અથવા જેમનું રસીકરણ નથી થયું હતુ. મીડિયા અનુસાર ગૂગલનું કહવું છે કે જે કર્મચારીએ ૧૮ જાન્યુઆરી સુધી રસીકરણના નિયમોનું પાલન નથી કર્યુ. તેમણે ૩૦ દિવસો માટે પેડ એડમિનિસ્ટ્રેટિવ લીવ પર રાખવામાં આવશે. તે બાદ ૬ મહિના સુધી અનપેડ પર્સનલ લીવ અને પછી સસ્પેન્ડ કરી દેવામાં આવશે.  ત્યારે રોયટર્સના જણાવ્યાનુસાર ગૂગલે મીડિયા રિપોર્ટમાં સીધી રીતે કોઈ ટિપ્પણી નથી કરી. પરંતુ કહ્યું કે અમે તે કર્મચારીઓને મદદ કરવા માટે સતત પ્રયાસ કરવા માટે પ્રતિબદ્ઘ છે જે રસી લગાવી શકે છે.

બીજી તરફ ગૂગલે વર્ક ફ્રોમ હોમ ખતમ કરવાની સુવિધાને ટાળી દીધી છે. ગૂગલે ઓગસ્ટમાં કહ્યું હતુ કે તે નવા વર્ષમાં ૧૦ જાન્યુઆરીતી અઠવાડિયામાં ઓછામાં ઓછા ૩ દિવસ ઓફિસથી કામ કરશે. જે બાદ વર્ક ફ્રોમ હોમ પોલિસી ખતમ થઈ જશે. પરંતુ ઓમિક્રોન ગૂગલના અધિકારીઓએ કર્મચારીઓને કહ્યું કે હાજર સ્થિતિને જોતા રિર્ટન ટુ ઓફિસ પ્લાન પર હાલ અમલ નથી કરવામાં આવ્યો. આગળની પરિસ્થિતિને જોયા બાદ રિટર્ન ટુ ઓફિસ પ્લાન પર કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે કોરોનાના ૨ ડોઝ લીધા બાદ હાલના અઠવાડિયામાં લગભગ ૪૦ ટકા અમેરિકન કર્મચારીઓ  ઓફિસ પાછા ફર્યા છે. પરંતુ હવે ઓમિક્રોનને કારણે ફરીથી વર્ક ફ્રોમ હોમ જેવી સ્થિતિ થઈ ગઈ છે. કોરોના સમયે  પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરાવનારી પહેલી કંપની હતી. ગૂગલના લગભગ ૬૦ દેશોમાં ૮૫ ઓફિસ છે.

(12:00 am IST)