Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ઉત્તર પ્રદેશના 42 ટકા લોકોની યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદ:અખિલેશ બીજાસ્થાને

અખિલેશ યાદવ 34 ટકા સાથે બીજા અને બસપાના સુપ્રીમો માયાવતી 14 ટકા લોકોની પસંદ સાથે ત્રીજા નંબર પર: એબીપી-સી વોટરનો સર્વે

નવી દિલ્હી :  દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આગામી કેટલાક દિવસોમાં વિધાનસભા ચૂંટણી 2022 યોજાવાની છે. પરંતુ આ અગાઉ  abp ન્યૂઝ સી વોટરએ કરેલ સર્વે મુજબ  રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી તરીકેની પ્રથમ પસંદ ગણાવ્યા હતા. 42 ટકા લોકો ઇચ્છે છે કે યોગી આદિત્યનાથ એકવાર ફરી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બને.

આ સર્વે  15 ડિસેમ્બરનો છે. આ અગાઉ 14 ડિસેમ્બરના રોજ કરાયેલા સર્વેમાં પણ 42 ટકા લોકોએ યોગી આદિત્યનાથને પહેલી પસંદ ગણાવ્યા હતા .અન્ય નેતાઓમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બીજા અને બસપાના સુપ્રીમો માયાવતી ત્રીજા નંબર પર છે. 15 ડિસેમ્બરના રોજ કરાયેલા સર્વેમાં 34 ટકા લોકોએ અખિલેશને મુખ્યમંત્રી તરીકેની પસંદ ગણાવ્યા હતા તો 14 ટકા લોકોએ માયાવતી સાથે હતા.

(12:49 am IST)