Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

બંગાળની વિશ્વવિખ્યાત દુર્ગાપૂજાને મળ્યું મોટું બહુમાન: યુનેસ્કોએ કલ્ચરલ હેરિટેજનો દરજ્જો આપ્યો

દુર્ગા પૂજા યુનેસ્કોની કલ્ચરલ હેરિટેજમાં સામેલ ભારતની 14 મી ઈવેન્ટ: પ્રધાનમંત્રી મોદી-મમતા બેનરજી ખુશ, દેશને પાઠવ્યાં અભિનંદન

નવી દિલ્હી : બંગાળની દુર્ગાપૂજાને  કલ્ચરલ હેરિટેજનો દરજ્જો આપતા યુનેસ્કોએ કહ્યું કે અમે ભારત અને ભારતીયોને અભિનંદન આપીએ છીએ. અમને આશા છે કે દુર્ગા પૂજાને અમૂર્ત કલ્ચરલ હેરિટેજની લીસ્ટમાં સામેલ કર્યા બાદ સ્થાનિક લોકો તેને લઈને વધારે ઉત્સાહિત થશે. કલ્ચરલ હેરિટેજ ફક્ત નિશાનીઓ અને વસ્તુઓનું સંકલન નથી તેમા પરંપરા અને આપણા પૂર્વજોની ભાવના પણ સામેલ છે જે આવનારી પેઢીઓને  મળતી આવે છે

યુનેસ્કો દ્વારા દુર્ગાપૂજાને કલ્ચરલ હેરિટેજનો દરજ્જો મળ્યાં બાદ પ્રધાનમંત્રી મોદી પણ ખૂબ ખુશ થયા અને તેમણે કહ્યું કે આ દરેક દેશવાસી માટે ગૌરવની પળ છે. બંગાળના મુખ્યમંત્રી  મમતા બેનરજીએ પણ કહ્યું કે દરેક  બંગાળી માટે ગૌરવની ઘડી છે દુર્ગા પૂજા આપણા માટે પૂજા કરતા પણ વફધારે છે. આ આપણી ભાવના છે. 

(10:04 pm IST)