Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વજન ઘટી જતા માંસહારી ભોજનની માગ કરતો સચિન વાઝે

એન્ટિલિયા બોમ્બ કેસમાં બરતરફ એપીઆઈની માગ : સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં અરજી દાખલ કરી, પ્રોટિનયુક્ત આહાર માટે મંજૂરી આપવા રજૂઆત કરાઈ

મુંબઈ, તા.૧૫  : એન્ટિલિયા બોમ્બ કેસમાં તેમજ તોડબાજીના આરોપમાં ગયા માર્ચ મહિનામાં બરતરફ કરાયેલા એપીઆઈ સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી હતી. સચિન વાઝેએ મંગળવારે સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં સચિન વાઝેએ જણાવ્યું કે, ગયા સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવેલી બાયપાસ સર્જરી બાદ તેમનું ૨૫ કિલો વજન ઘટી ગયું છે.

એડવોકેટ રૌનક નાયક દ્વારા સચિન વાઝેની આ અરજી રજૂ કરવામાં આવી હતી. આ અરજીમાં સચિન વાઝેએ જણાવ્યું છે કે, સર્જરી બાદ સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે હેલ્થી ફૂડ લેવો જરૂ.રી છે. તેમ છતાં જેલના સત્તાધીશીઓ અચાનક તેમને માંસાહારી ભોજન લેવાથી અટકાવ્યો હતો.

સચિન વાઝેએ અરજીમાં એવી પણ દલીલ કરી છે કે, કોર્ટે પહેલાં તેઓને ઘરમાં રાંધેલો ખોરાક ખાવાની મંજૂરી આપી હતી. ત્યારે સચિન વાઝેએ અરજી કરીને કોર્ટને વિનંતી કરી છે કે, તેમને માંસાહાર ભોજન સહિત પ્રોટીનયુક્ત ખોરાક લેવાની છૂટ આપવા માટે જેલના સત્તાધીશોને નિર્દેશ કરે. આ સિવાય સચિન વાઝેએ કોર્ટમાં કરેલી અરજીમાં એવી પણ રજૂઆત કરી છે કે, દાઢી કરવા માટે તે પોતાની સેવિંગ કિટનો ઉપયોગ કરવા માગે છે. સચિન વાઝેએ કહ્યું કે, આ શેવિંગ કિટ જેલ સત્તાધીશો પોતાની પાસે રાખી શકે છે અને તેમની દેખરેખ હેઠળ આ શેવિંગ કિટનો ઉપયોગ કરી શકે છે અને એ પણ અઠવાડિયામાં ત્રણથી વધુ વખત નહીં. આ વર્ષે ૨૫ ફેબ્રુઆરીના રોજ દક્ષિણ મુંબઈમાં બિઝનેસમેન મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટિલિયાની નજીક એક એસવીયૂ મળી આવી હતી. જેમાં વિસ્ફોટક સામગ્રી હતી. આ મામલે તપાસ થયા બાદ સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી હતી. ઠાણેના વેપારી અને આ એસયૂવી કારના માલિક મનસુખ હિરેન પાંચ માર્ટે ઠાણેના એક નાળામાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. સચિન વાઝેની ધરપકડ બાદ આ કેસમાં અનેક ખુલાસા થયા હતા. એ પછી મુંબઈના તત્કાલિન પોલીસ કમિશનર પરમબીર સિંહે તત્કાલિન ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર ૧૦૦ કરોડ રૂ.પિયાની વસૂલીનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. એ બાદ તેઓને રાજીનામુ આપવાની ફરજ પડી હતી.

(8:50 pm IST)