Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

JEE મેઇન્સ 2021ની પરીક્ષાની તારીખો જાહેર :પ્રથમ વખત અંગ્રેજી-હિન્દી સહિત 13 ભાષામાં લેવાશે એક્ઝામ

પરીક્ષામાં એટેમ્પ્ટ્સને લઈને મોટા ફેરફાર:હવે વર્ષમાં ચાર વખત યોજાશે:પેટર્નમાં પણ ફેરફાર

કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે બુધવારે જેઈઈ મેઇન્સ (JEE MAINS) પરીક્ષા 2021ની તારીખોની જાહેરાત કરી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) 23થી 26 ફેબ્રુઆરી વચ્ચે પરીક્ષા આયોજિત કરવામાં આવી. પ્રથમ વખત JEE MAINSની પરીક્ષા અંગ્રેજી સાથે હિન્દી સહિત 13 ભારતીય પરીક્ષામાં લેવામાં આવશે. આમાં આસામી, ઉડિયા, તેલુગુ, તમિલ અને ઉર્દૂ શામેલ છે.

  પરીક્ષામાં એટેમ્પ્ટ્સને લઈને મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે JEE MAINS વર્ષમાં ચાર વખત યોજાશે. પ્રથમ પરીક્ષા ફેબ્રુઆરીમાં (23 થી 26 વચ્ચે), બીજી માર્ચમાં, ત્રીજી એપ્રિલમાં અને ચોથી મેમાં લેવામાં આવશે. જ્યારે ઓબ્ઝેક્ટિવ પ્રશ્નોથી વખતે નેગેટિવ માર્કિંગ હટાવી લેવામાં આવી છે.

રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ) વિદ્યાર્થીઓને જેઇઇ મેઈન્સની પરીક્ષામાં ફેરફાર અંગે સૂચનો માંગ્યા હતા. સૂચનોને આધારે પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

એનટીએએ પરીક્ષાની પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ઉમેદવારોએ 90 પ્રશ્નોમાંથી 75 પ્રશ્નો ફરજિયાતપણે લખવા આવશ્યક છે. દરેક સેક્શન (રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ગણિત) માંથી 25-25 પ્રશ્નો એટેમ્પ્ટ કરવા ફરજિયાત રહેશે.

પરીક્ષાની તારીખોની ઘોષણા કરતા શિક્ષણમંત્રીએ કહ્યું કે ઉત્તરપ્રદેશ એક એવું રાજ્ય છે કે જે પ્રથમ વખત JEE MAINS ની પરીક્ષામાં ભાગ લેનાર છે. જુદા જુદા રાજ્યોના બોર્ડના વિવિધ સમયપત્રકને કારણે, ઘણી વખત તે પરીક્ષામાં હાજર રહી શક્યા હતા. સમસ્યાને ધ્યાનમાં રાખીને, વખતે વર્ષમાં ચાર વખત પરીક્ષા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

(11:11 pm IST)