Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

સ્વદેશી વેક્સીન કોવેક્સિનના ફેઝ-1 ટ્રાયલ્સના પરિણામ સારા ,સેફ અને ઈફેક્ટિવ :કોઈ ગંભીર સાઈડ-ઈફેક્ટ નથી

હૈદરાબાદની કંપની ભારત બાયોટેક કંપનીનો રિપોર્ટ :વોલિન્ટિયર્સને માઈલ્ડ સાઈડ-ઈફેક્ટ થઈ તે પણ ઝડપી રિઝોલ્વ કરી દેવાઈ

નવી દિલ્હી : સ્વદેશી કોરોના વેક્સિન-કોવેક્સિન બનાવી રહેલી કંપની ભારત બાયોટેક તરફથી સારા સમાચાર આવ્યા છે. કોવેક્સિનના ફેઝ-1 ટ્રાયલ્સના પરિણામ વિદેશ જર્નલ મેડ-આર્કાઈવ (medRxiv)માં આવ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, વેક્સિન બધી જ રીતે સેફ અને ઈફેક્ટિવ છે. આનાથી કોઈ ગંભીર સાઈડ-ઈફેક્ટ થઇ નથી

કોવાક્સિન એ ત્રણ રસીઓમાંથી એક છે, જેના માટે ડ્રગ રેગ્યુલેટર્સ પાસેથી તાત્કાલિક મંજૂરી માંગવામાં આવી છે. નવેમ્બરમાં જ આ વેક્સિનના દેશભરમાં 25 સાઈટ્સ પર 25,800 લોકો પર ફેઝ-3 ટ્રાયલ્સ શરૂ થઇ ગઈ છે

હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે આ વેક્સિન ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) સાથે મળીને ડેવલપ કરી છે. ફેઝ-1 ક્લિનિકલ ટ્રાયલ BBV152 (કોવેક્સિન) વેક્સિનની સેફ્ટી અને ઈમ્યુનોજેનેસિટી તપાસ માટે ગઈ હતી. આ દરમિયાન 375 વોલિન્ટિયર્સના ત્રણ ગુપમાં રાખવામાં આવ્યા હતા. તેમને અલગ-અલગ માત્રમાં ડોઝ આપવામાં આવ્યા. બે ડોઝ 14 દિવસના અંતરમાં આપવામાં આવ્યા. હતા

જર્નલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, મોટાભાગના વોલિન્ટિયર્સને માઈલ્ડ સાઈડ-ઈફેક્ટ થઈ. તે પણ ઝડપી રિઝોલ્વ કરી દેવામાં આવી. એક ગંભીર સાઈડ-ઈફેક્ટ રિપોર્ટ થયો હતો પરંતુ તેનું વેક્સિનેશન સાથે કોઈ જ લેવા-દેવા નથી. બધા ત્રણેય ગ્રુપમાં ખુબ જ સારૂ અને મજબૂત ઈમ્યૂન રિસ્પોન્સ જોવા મળ્યો. અલગ-અલગ ડોઝના પરિણામોમાં પણ વધારે અંતર જોવા મળ્યો નહીં. આ સાથે જ કોરોનાવાયરસના કેટલાક સ્ટ્રન્સને ખત્મ કરવા માટેની ગુણ બધા વોલિન્ટિયર્સમાં જોવા મળ્યા.હતા

રિપોર્ટ કહે છે કે, આ વેક્સિનને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સ્ટોર કરવામાં આવી શકે છે. આ નેશનલ ઈમ્યૂનાઈઝેશન પ્રોગ્રામની કોલ્ડ ચેન જરૂરતો અનુસાર છે.

બંને જ ફોર્મ્લાઓને ફેજ-2 ઈમ્યુનોજેનેસિટી ટ્રાયલ્સ માટે પસંદ કરવામાં આવ્યા હતા. કોવેક્સિનના ફેજ-2 ટ્રાયલ્સ ખત્મ થઈ ચૂક્યા છે. પરંતુ તેના પરિણામો હજું સુધી સામે આવ્યા નથી.

(9:18 pm IST)