Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનરજીને જારદાર ઝટકોઃ ધારાસભ્યપદેથી સુવેન્દુ અધિકારીનું રાજીનામુ

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનરજીને મોટો ફટકો લાગ્યો છે. TMCના ધારાસભ્ય પદેથી સુવેન્દુ અધિકારીએ રાજીનામું આપ્યુ છે. આ પહેલા મમતા બેનરજીના ખાસ તૃણમૂલ કોંગ્રેસના તાકાતવર નેતા સુવેન્દુ અધિકારીએ પરિવહન મંત્રી પદેથી રાજીનામું આપ્યુ હતું. શુવેન્દુ અધિકારીના ભાજપમાં જોડાવાની અટકળો છે.

મમતા બેનરજીના સૌથી નજીક ગણાતા દિગ્ગજ ટીએમસી નેતા સુવેન્દુ અધિકારી આશરે 30થી 40 બેઠકો પર સારો પ્રભાવ ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે પૂર્વી મિદનાપુર જિલ્લામાંથી આવતા શુવેંદુ સુવેન્દુ અધિકારી ટીએમસીથી નારાજ છે અને એવામાં તે પાર્ટી છોડી ભાજપમાં સામેલ થઇ શકે છે.સુવેન્દુએ હજુ સુધી પોતાનું રાજકીય પત્તુ ખોલ્યુ નથી પણ તેમણે બે પદ પરથી રાજીનામું આપી સંકેત આપી દીધા છે કે તે હવે ટીએમસીમાં ટકવાના નથી.

સુવેન્દુ અધિકારીની મમતા બેનરજી સાથે બળવાની તસવીર તે સમયે સામે આવી જ્યારે ગુરૂવારે ટ્રાન્સપોર્ટ મંત્રી શુવેંદુએ પૂર્વ મિદનાપુરના નંદીગ્રામની એક રેલીને સંબોધિત કરી હતી, જ્યા આજથી 13 વર્ષ પહેલા પાર્ટી કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. તેની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં નંદીગ્રામમાં સુવેન્દુએ સભાને સંબોધિત કરી હતી. આ નંદીગ્રામની ઘટનાએ મમતા બેનરજીને બંગાળની ખુરશી સુધી પહોચાડી હતી, તે રેલીમાં સુવેન્દુએ કહ્યુ હતું કે પત્રકાર અને રાજકીય નીરિક્ષક મારા રાજકીય કાર્યક્રમની જાહેરાત કરવા માટે મારી રાહ જોઇ રહ્યા છે. તે મને તે અડચણ વિશે વાત કરતા સાંભળવા માંગે છે જે હું ઝેલી રહ્યો છું અને જે રસ્તો હું લેવા જઇ રહ્યો છું. હું આ પવિત્ર સ્ટેજ પરથી પોતાના રાજકીય કાર્યક્રમની જાહેરાત નહી કરૂ.

સુવેન્દુ બંગાળમાં તાકાતવર રાજકીય પરિવારમાંથી આવે છે, તેમનો પ્રભાવ માત્ર તેમના વિસ્તાર પર જ નથી પણ પૂર્વી મિદનાપુર સિવાય આસપાસના જિલ્લામાં પણ તેમનો રાજકીય દબદબો છે. રાજકીય પંડિતોની માનીએ તો સુવેન્દુ અધિકારી મમતા બેનરજીના ભત્રીજા અને લોકસભા સાંસદ અભિષેક બેનરજીથી નારાજ હતા. આ સિવાય જે રીતે પ્રશાંત કિશોરે બંગાળમાં સંગઠનાત્મક બદલાવ કર્યો છે, તેનાથી પણ તે નારાજ હતા.સાથે જ સુવેન્દુ અધિકારી ઇચ્છે છે કે પાર્ટી કેટલાક જિલ્લાની 65 વિધાનસભા બેઠકો પર તેમની પસંદના ઉમેદવારોને મેદાનમાં ઉતારે.

બે વખત સાંસદ રહી ચુકેલા સુવેન્દુ અધિકારીનો પરિવાર રાજકીય રીતે ઘણો મજબૂત છે. પૂર્વી મિદનાપુરને ક્યારેક ડાબેરીનો ગઢ માનવામાં આવતુ હતું પરંતુ શુવેંદુએ પોતાની રણનીતિથી છેલ્લા કેટલાક સમયમાં તેને ટીએમસીનો ગઢ બનાવી દીધો છે. ટીએમસીમાંથી બહાર થતા મમતા બેનરજીને ઘણુ નુકસાન થઇ શકે છે. સુવેન્દુ અધિકારીના ભાઇ દિવ્યેંદુ તમલુકથી લોકસભા સભ્ય છે, જ્યારે ત્રણ ભાઇ-બહેનોમાં સૌથી નાના સૌમેંદુ કાંથી નગરપાલિકાના અધ્યક્ષ છે, તેમના પિતા સિસિર અધિકારી ટીએમસીના સૌથી સીનિયર લોકસભા સભ્ય છે, જે કાંથી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. નંદીગ્રામ આંદોલનની લહેર પર સવાર થઇને શુવેંદુ 2009માં તમલુક બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. તે બાદ તે 2014માં પણ તે જીત્યા. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત્યા બાદ તેમણે મમતા કેબિનેટમાં પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા હતા.

(5:32 pm IST)