Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

ભારતમાં ટેસ્ટ બાદ જ દુનિયામાં ફેસબુકના નવા ફિચર લોન્ચ કરાય છે : ઝુકરબર્ગ

વડાપ્રધાન મોદીના ડીઝીટલ ઇન્ડીયા વિઝનથી ઉદ્યોગો માટે નવા અવસર ઉભા થયા : ભારતના નિર્ણયની વિશ્વભરમાં ચર્ચા

નવી દિલ્હી,તા. ૧૬: ભારત ફેસબુક માટે અહમ અને વિશેષ દેશ છે. એટલે તે પોતાના પ્લેટફોર્મના નવા ફીચર પહેલા અહીં તપાસ માટે જાહેર કરે છે અને ત્યારબાદ વિશ્વમાં લોન્ચ કરે છે. ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણી સાથે 'ફેસબુક ફયુલ ફોર ઇન્ડિયા-૨૦૨૦' કાર્યક્રમમાં જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇના ડીઝીટલ ઇન્ડીયા વિઝનથી ઉદ્યોગો સાથે નવા અવસર ઉભા થયા છે તે ટેકનીકના સહારે સરકાર સાથે મળી વિકાસ અને વૃધ્ધિને ઝડપી કરી શકાય છે.

તેમણે કહ્યું કે ભારતમાં દરેક નાગરિકને ડીઝીટલી અને વિતિય રૂપથી સશકત બનાવવા માટે કામ થઇ રહ્યું છે. અહીં જે નિર્ણય થાય છે. તેની આખી દુનિયામાં ચર્ચા થાય છે. દેશમાં વ્યાજબી કનેકટીવીટીના ધીરૂભાઇ અંબાણીના સપનાની વાત કરતા ઝુકરબર્ગે જણાવેલ કે આજે ભારતીય પોસ્ટ કાર્ડ કરતા પણ ઓછા ખર્ચમાં એક -બીજા સાથે વાત કરી શકે છે. મેસેજીંગ દ્વારા અમે પણ તે જ કરવાનો પ્રયાસ કર્યો છે.

ઝુકરબર્ગે જણાવેલ કે ભારતમાં નવેમ્બરમાં પહેલીવાર વ્હોટસ-અપ પે શરૂ કરાયેલ. જે યુપીઆઇ સીસ્ટમ અને ૧૪૦ બેન્કોદના કારણે સંભવ થયેલ. તેની મદદથી ફેસબુક નાના વેપારીઓને સેવાઓ આપશે. ઉપરાંત કોરોના કારણે આવેલ મંદીમાંથી બહાર આવવામાં મદદ મળશે. તેમણે હાલની વ્હોટસએપ ભુગતાન સેવાઓને વધુ વ્યાપકરૂપ દેવાની ઇચ્છા પણ તેમણે દર્શાવેલ.

(3:01 pm IST)