Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

આયુષ ચિકિત્સકો રોગપ્રતિકારક બુસ્ટર આપી શકે પણ કોરોનાની સારવારનો દાવો ન કરી શકે

સુપ્રિમ કોર્ટે કોરોના પર સરકારના દિશા નિર્દેશો મુજબ આપી મંજુરી

નવી દિલ્હી તા. ૧૬ : સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે પ્રશિક્ષિત આયુષ ચિકિત્સક કોવિડ-૧૯ ની સારવાર માટે રોગપ્રતિકારક બુસ્ટર તરીકે સરકારે મંજુર કરેલી દવાઓ અને મિશ્રણ આપી શકે છે. પરંતુ ઇલાજનો દાવો ન કરી શકે. આયુષ મંત્રાલય દ્વારા ૬ માર્ચના જારી થયેલ દિશા નિર્દેશો સામે કોર્ટે આ મંજુરી આપી હતી.

જસ્ટીસ અશોક ભુષણ, જસ્ટીસ આર. સુભાષ રેડ્ડી, જસ્ટીસ એમ. આર. શાહની પીઠે કેરલ હાઇકોર્ટના ૨૧ ઓગષ્ટના આદેશ સામે અરજી પર ફેંસલો સંભળાવ્યો હતો. પીઠે એવુ કહ્યુ કે જયારે દુનિયાના વૈજ્ઞાનિકો કોવિડ-૧૯ માટે યોગ્ય દવા કે રસી શોધવામાં લાગ્યા છે. ત્યારે ફકતા આયુષ ચિકિત્સકને લઇને આવા નિર્દેશ આપવા યોગ્ય નથી.

હોમિયોપેથી રોગનો ઇલાજ ન કરી શકે પરંતુ દર્દીને રાહત મળે તેવા ઉપચાર જરૂર કરી શકે છે. જો કે હાઇકોર્ટનું કહેવુ સાચુ છે કે કોઇ ચિકિત્સક દાવો ન કરી શકે કે તે કોરોનાનો ઇલાજ કરવા સક્ષમ છે. એલોપેથી સહીત અન્ય ચિકિત્સામાં પણ આવો દાવો નથી થઇ શકતો.

કોર્ટે કહ્યુ છે કે હોમિયોપેથી માત્ર ઉપચારાત્મક સહાયતા છે. કોઇ આયુષ ચિકિત્સક કોરોના સારવારની જાહેરાત પણ ન કરી શકે. આયુષ ચિકિત્સક કોવિડ-૧૯ ના ઇલાજ માટે ફકત દવા ન આપી શકે. માત્ર રોગપ્રતિકારક શકિત વધે તેવા ઉપચાર કરી શકે છે.

(2:56 pm IST)