Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

૨૪ કલાકમાં ૩૮૭ મોતઃ ૨૬૩૮૨ નવા કેસ

કુલ મૃત્યુઆંક ૧,૪૪,૦૯૬: કુલ કેસ ૯૯,૩૨,૫૪૭

નવી દિલ્હી, તા.૧૬: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક-બે દિવસમાં ૧ કરોડના આંકડાને સ્પર્શી જશે. પરંતુ થોડી રાહતની વાત એ છે કે એકિટવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૬,૩૮૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૮૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૯,૩૨,૫૪૮ થઈ ગઈ છે.

 આ ઉપરાંત, દેશમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૯૪ લાખ ૫૬ હજાર ૪૪૯ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩૩,૮૧૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩,૩૨,૦૦૨ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૪,૦૯૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે

બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૫ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૫,૬૬,૪૬,૨૮૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ રવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૧૦,૮૫,૬૨૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.  ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૧૧૦ કેસ નોંધાયા છે. જેની સામે ૧૨૩૬ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯દ્ગક્ન કારણે ૧૧ દર્દીઓના મોત થયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૪૧૯૩ થયો છે. રાજયમાં કોરોનાના કુલ કેસ ૨,૨૯,૯૧૩ નોંધાયા છે. જેમાંથી એકિટવ કેસ ૧૨,૮૮૧ છે. આજે રાજયમાં કુલ ૫૪,૮૩૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં સાજા થવાનો દર ૯૨.૫૭ ટકા છે.

સતત બે લાખ કોરોના કેસનો આંકડો અમેરિકામાં જળવાઈ રહ્યો છે : ૨૪ કલાકમાં ૩૦૦૦ આસપાસ મૃત્યુ અને ૨૨ હજાર આસપાસ કોરોના દર્દીઓ આઈસીયુમાં

અમેરીકામાં પોઝીટીવીટી રેટ : ૧૦.૯%

સારવાર હેઠળ : ૧,૧૨,૮૧૬ (+૨,૨૬૭),

ક્રિટીકલ : ૨૧,૮૯૭ (+૪૪૧)

૨૪ કલાકમાં મૃત્યુ : ૨,૯૧૮

અમેરીકા        :   ૧,૯૯,૮૭૫ નવા કેસો

બ્રાઝિલ         :   ૪૪,૮૪૯ નવા કેસો

રશિયા         :   ૨૬,૬૮૯ નવા કેસો

ભારત          :   ૨૬,૩૮૨ નવા કેસો

જર્મની         :   ૨૧,૩૭૭ નવા કેસો

ઈંગ્લેન્ડ         :   ૧૮,૪૫૦ નવા કેસો

ઈટાલી         :   ૧૪,૮૪૪ નવા કેસો

ફ્રાન્સ           :   ૧૧,૫૩૨ નવા કેસો

કેનેડા           :   ૬,૩૫૨ નવા કેસો

જાપાન         :   ૨,૨૧૭ નવા કેસો

યુએઈ          :   ૧,૨૨૬ નવા કેસો

બેલ્જીયમ       :   ૧,૦૭૪ નવા કેસો

સાઉથ કોરીયા  :   ૮૮૦ નવા કેસો

હોંગકોંગ        :   ૯૮ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :   ૯ કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૨૬ હજાર નવા કેસ નોંધાયા તો સામે ૩૩હજાર સાજા પણ થયાઃ જયારે ૩૮૭ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :   ૨૬,૩૮૨ નવા કેસો

નવા મૃત્યુ      :   ૩૮૭

સાજા થયા     :   ૩૩,૮૧૩

કુલ કોરોના કેસો   :     ૯૯,૩૨,૫૪૮

એકટીવ કેસો   :   ૩,૩૨,૦૦૨

કુલ સાજા થયા :   ૯૪,૫૬,૪૪૯

કુલ મૃત્યુ       :   ૧,૪૪,૦૯૬

૨૪ કલાકમાં ટેસ્ટ  :     ૧૦,૮૫,૬૨૫

કુલ ટેસ્ટ        :   ૧૫,૬૬,૪૬,૨૮૦

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :   ૧,૭૧,૪૩,૭૭૯ કેસો

ભારત          :   ૯૯,૩૨,૫૪૮ કેસો

બ્રાઝીલ         :   ૬૯,૭૪,૨૫૮ કેસો

કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાનો ઉપાડો : કેરળમાં પાંચ હજાર અને મહારાષ્ટ્રમાં ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા : ગુજરાતમાં સતત અગિયારસો આસપાસ કેસ : પશ્ચિમ બંગાળમાં બે હજાર, દિલ્હીમાં સોળસો, યુપીમાં તેરસો નવા કોરોના કેસ  નોંધાયા

કેરળ       :    ૫,૨૧૮

મહારાષ્ટ્ર   :    ૩,૪૪૨

પશ્ચિમ બંગાળ  :        ૨,૨૮૯

દિલ્હી      :    ૧,૬૧૭

છત્તીસગઢ :    ૧,૩૫૪

કર્ણાટક    :    ૧,૧૮૫

તામિલનાડુ     :        ૧,૧૩૨

ગુજરાત   :    ૧,૧૧૦

મધ્યપ્રદેશ :    ૧,૦૭૩

રાજસ્થાન  :    ૧,૦૪૫

હરિયાણા   :    ૮૨૨

બેંગ્લોર    :    ૬૭૩

બિહાર     :    ૫૭૨

મુંબઈ      :    ૫૨૨

કોલકતા   :    ૫૦૩

પુણે        :    ૫૦૨

આંધ્રપ્રદેશ :    ૫૦૦

ઉત્તરાખંડ  :    ૪૯૬

તેલંગણા   :    ૪૯૧

હિમાચલપ્રદેશ  :        ૪૩૫

ઈન્દોર     :    ૪૧૯

પંજાબ     :    ૪૦૯

ચેન્નાઈ     :    ૩૫૯

જમ્મુ કાશ્મીર   :        ૩૪૬

ઓડીશા    :    ૩૦૦

અમદાવાદ :    ૨૩૨

ઝારખંડ    :    ૨૦૯

ગુરૂગ્રામ   :    ૧૯૫

લખનૌ     :    ૧૮૫

ભોપાલ    :    ૧૮૫

આસામ    :    ૧૪૨

ગોવા      :    ૧૨૪

મણીપુર   :    ૮૩

કાનપુર    :    ૬૮

ચંદીગઢ   :    ૬૨

લદાખ     :    ૫૧

પુડ્ડુચેરી    :    ૩૮

(12:50 pm IST)