Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

પ્રણવ મુખર્જીના સંસ્મરણ પ્રકાશન મામલે પુત્ર અને પુત્રી વચ્ચે પડ્યો ડખો

પુત્રને પ્રકાશન રોકવું છે : પુત્રી ના પાડે છે

નવી દિલ્હી,તા. ૧૬ :પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ તેમના પિતાના સંસ્મરણને ટાંકીને મીડિયામાં આવેલી કેટલીક વાતોને 'પ્રેરિત' હોવાનું જણાવી પ્રકાશકને આગ્રહ કર્યો છે કે તેઓ તેમની લેખિત સંમતિ ન મળે ત્યાં સુધી પ્રકાશન રોકી રાખે. જોકે, પ્રણવ મુખર્જીના દીકરી શર્મિષ્ઠાએ પોતાના ભાઈની વાતનો વિરોધ કરતા કહ્યું કે, 'સસ્તાપ્રચાર' માટે પુસ્તકનું પ્રકાશન રોકવાનો પ્રયાસ ન થવો જોઈએ.

કોંગ્રેસના પૂર્વ સાંસદ અભિજીતે એમ પણ કહ્યું કે, તેમણે પુસ્તક 'ધ પ્રેસિડેન્શિયલ યર્સ'નું પ્રકાશન રોકવા માટ'રૂપા પ્રકાશન'ને પત્ર લખ્યો છે, જે તેનું પ્રકાશન કરી રહ્યું છે. અભિજીતે શ્નજીખઉંક્ન પ્રકાશન' અને તેના મેનેજિંગ ડિરેકટર કપિશ મેહરાને ટેગ કરતા ટ્વિટ કર્યું કે, 'સંસ્મરણનાલેખકના પુત્ર હોવાના નાતે હું તમને લોકોને આગ્રહ કરું છું કે, આ પુસ્તક અને મારી સંમતિ વિના કેટલાક મીડિયામાં આવેલા પુસ્તકના પ્રેરિત અંશોનું પ્રકાશન બંધ કરો.'

તેમણે કહ્યું કે, 'મારા પિતા આ દુનિયામાં નથી. એવામાં હું તેમનો પુત્ર હોવાના નાતે પુસ્તકની સામગ્રીનો અભ્યાસ કરવા ઈચ્છું છું, કેમકે મારું માનવું છે કે, જો મારા પિતા જીવિત હોત તો તેમણે પણ એવું જ કર્યું હોત.' કોંગ્રેસના પૂર્વ સાંસદે કહ્યું કે, જ્યાં સુધી હું તમને લોકોને આગ્રહ કરું છું કે, જયાં સુધી હું તેનો અભ્યાસ ન કરી લઉં, ત્યાં સુધી તમે લોકો મારી લેખિત સંમતિ વિના આ પુસ્તકનું પ્રકાશન તાત્કાલિક રોકો. હું આ અંગે તમને લોકોને પહેલા જ વિસ્તૃત પત્ર મોકલી ચૂકયો છું.'

અભિજીતની આ ટ્વિટ પર મેહરા અને તેમના પ્રકાશન તરફથી હાલ કોઈ જવાબ નથી આવ્યો. જોકે, પોતાના ભાઈની ટ્વિટનો જવાબ આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે, 'હું સંસ્મરણના લેખકની પુત્રી તરીકે મારા ભાઈ અભિજીત મુખર્જીને આગ્રહ કરું છું કે તે પિતા દ્વારા લખાયેલા અંતિમ પુસ્તકના પ્રકાશનમાં બિનજરૂરી અવરોધ ઊભો ન કરે. તેઓ (મુખર્જી) બીમાર થયા પહેલા જ તેને પુરું લખી ચૂકયા હતા.' તેમણે એમ પણ કહ્યું કે, 'પુસ્તક સાથે મારા પિતાના હાથે લખાયેલી નોટ અને ટિપ્પણીઓ છે, જેનું કડકાઈથી અનુસરણ કરાયું છે. તેમના દ્વારા વ્યકત કરાયેલા વિચાર તેમના પોતાના છે અને કોઈએ સસ્તા પ્રચાર માટે તેને પ્રકાશિત કરવાથી રોકવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આ અમારા દિવંગત પિતા માટે સૌથી મોટો અન્યાય થશે.'

હકીકતમાં, પ્રકાશન તરફથી મીડિયામાં અપાયેલા પુસ્તકના અંશો મુજબ, તેમાં મુખર્જીએ રાષ્ટ્રપતિ તરીકે પોતાના અનુભવો અને કોંગ્રેસના નેતૃત્વ સંદર્ભે ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો છે. જાહેર થયેલા અંશો મુજબ, તેમાં મુખર્જીએ લખ્યું છે કે, તેમના રાષ્ટ્રપતિ બન્યા બાદ કોંગ્રેસ રાજકીય દિશાથી ભટકી ગઈ અને પાર્ટીના કેટલાક સભ્યોનું એવું માનવું હતું કે, જો ૨૦૦૪માં તેઓ વડાપ્રધાન બન્યા હોત તો ૨૦૧૪ના લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર ન જોવી પડી હોત. મુખર્જી પોતાના નિધન પહેલા સંસ્મરણ 'ધ પ્રેસિડેન્સિયલ યર્સ'ને લખી ચૂકયા હતા. રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તક જાન્યુઆરી, ૨૦૨૧થી વાચકો માટે ઉપલબ્ધ થવાનું હતું. મુખર્જીનું કોરોના વાયરસ સંક્રમણ થયા બાદ સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓના કારણે ગત ૩૧ જુલાઈએ ૮૪ વર્ષની ઉંમરમાં નિધન થયું હતું.

(9:37 am IST)