Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

રાહુલ ગાંધીની રેલી બાદ તોફાન કેમ ભડક્યા હતા

ઓવૈસી નવા ઝીણા તરીકે સક્રિય છે

નવી દિલ્હી, તા.૧૬ : નાગરિક સુધારા કાનનની સામે દિલ્હીની જામિયા યુનિવર્સિટી અને લખનૌની નદવા કોલેજ સહિત દેશના જુદા જુદા ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન માટે ભાજપ પર પ્રહારો કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યા છે. ભાજપના પ્રવક્તા સંબીત પાત્રાએ આજે વળતા આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે, રાહુલ ગાંધીની શનિવારના દિવસે રિલોન્ચિંગ માટે રેલી યોજાઈ હતી અને આગલા દિવસે હિંસા થઇ હતી.

              પાત્રાએ કહ્યું હતું કે, સંસદમાંથી કાનૂન પાસ થઇ ગયા બાદ જે લોકો હિંસક વિરોધ પ્રદર્શન જારી છે જેનાથી લાગે છે કે, વિપક્ષનું વર્તન યોગ્ય રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે, વિરોધ પક્ષો પોતપોતાની વોટબેંક માટે મેદાનમાં છે. ઓવૈસીઓને મુસ્લિમ મત બેંક માટે ઉતારી દેવામાં આવ્યા છે. ઓવૈસી દેશમાં નવા ઝીણાની જેમ કામ કરી રહ્યા છે. તેમની સ્પર્ધામાં અમાનતુલ્લા ખાન છે. તે દિલ્હીના ઝીણા બનવા ઇચ્છુક છે.

(7:55 pm IST)