Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

યુવકના પ્રાઇવેટ પાર્ટમાં એરપ્રેશર પંપ લગાવતા ફૂલી ગયું શરીર, સીસીટીવીમાં કેદ થઇ ઘટના

મજાક મસ્તીમાં કપડાં બદલતી સમયે ઉત્ત્।ર પ્રદેશના અલીગઢમાં બનેલી આ ઘટનાનો મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે

અલીગઢ, તા. ૧૬ : ફેકટરીમાં કપડાં બદલવા સમયે ૪ લોકોએ સાથી કર્મચારી એવા ૧૫ વર્ષના એક યુવકને પકડી રાખી તેની ગુદા માર્ગમાં એક પ્રેશર પાઈપથી હવા ભરી દેતાં તેનું મોત થયું છે. યુવકે બુમાબુમ કરી હોવા છતાં તેને બચાવવા માટે કોઈ આગળ આવ્યું ન હતું. મજાક મસ્તીમાં કપડાં બદલતી સમયે ઉત્ત્।ર પ્રદેશના અલીગઢમાં બનેલી આ દ્યટનાનો મામલે હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

અલીગઢમાં હરદુઆગંજ મહોલ્લાના અહીર પાડામાં રહેતો એક મજૂરના પાંચ છોકરાઓમાંથી એક ૧૫ વર્ષનો દિકરો તાલા નગરી સેકટર ૧માં આવેલી એક ફેકટરીમાં છેલ્લા ૩ મહિનાથી નોકરી કરતો હતો. પરિવારે આરોપ લગાવ્યો છે કે તેમનો દીકરો કપડાં બદલી રહ્યો હતો આ સમયે એક યુવકે દોડીને આવી તેને પકડી રાખી એયર પ્રેશર શરીરના પાછળના હિસ્સામાં ભરાવી દીધું હતું. આ દરમિયાન છોકરાએ બુમાબુમ કરી હતી પણ આ દબંગોને કારણે કોઈ વચ્ચે પડ્યું ન હતું.

હવા શરીરમાં ભરાવાની સાથે જ યુવકની તબિયત બગડી જતાં આ કૃત્ય કરનારા સ્થળ છોડીને ભાગી ગયા હતા. આ પરિવારનો એક અન્ય યુવક પણ આ ફેકટરીમાં જ નોકરી કરતો હોવાથી સાથી મજૂરોની મદદથી આ યુવકને હોસ્પિટલમાં લઇ ગયો હતો. જયાં સારવાર દરમિયાન જ યુવકનું મોત થઈ ગયું હતું.

આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક એસપીના જણાવ્યા અનુસાર ૩દ્મક ૪ યુવકોએ મજાક મસ્તીમાં આ કૃત્ય કર્યું છે તેના ગંભીર પરિણામો આવ્યા છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરાઈ છે. ૧૬ દિવસ પહેલાં જ આ દ્યરમાં લગ્નનો માહોલ હતો હવે માતમ છવાયો છે. આ ઘટના સીસીટીવીમાં પણ રેકોર્ડ થઈ છે.

(3:52 pm IST)