Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

કેન્દ્ર જાન્યુઆરીમાં આપી શકે છે કર્મચારીઓને પગાર વધારાની ભેટ

ડીએ ૪ ટકા વધવાની શકયતા

નવી દિલ્હી તા. ૧૬રૂ કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર સાતમા પગાર પંચ બાબતે એક મોટી જાહેરાત કરી શકે છે. આ જાહેરાતમાં આગામી જાન્યુઆરી સુધીમાં થઇ શકે છે. સમાચાર છે કે કેન્દ્ર સરકાર કર્મચારીઓને ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે. મોંઘવારીના વ્યાપ વધ્યા પછી  કેન્દ્રીય કર્મચારીઓનું ધ્યાન રાખતા સરકાર આવો નિર્ણય લઇ શકે છે. સુત્રોનુ માનીએ તો ડીએમાં ૪ ટકાનો વધારો થઇ શકે છે.

ડીએમાં વધારાની જાહેરાત જાન્યુઆરીમાં ૨૦૨૦માં થશે.જણાવી દઇએ કે ડીએમાં વધારો વર્ષમાં બે વાર કરવામાં આવતો હોય છે અને તે દર વર્ષેજાન્યુઆરીથી જુન અને જુલાઇથી ડીસેમ્બર વચ્ચે કરવામાં આવે છે.

સમાચારોનું માનીએ તો જાન્યુઆરી ૨૦૨૦માં ડીએમાં વધારો લાગુ થઇ શકે છે. એવી અટકળો હતી કે કેબિનેટ દ્વારા વેતન વધારા અંગે એક પ્રસ્તાવને મંજુરી મળશે. સાતમાં પગાર પંચે લઘુતમ વેતન ૧૮૦૦૦ કરવાની ભલામણ કરી હતી. જ્યારે ઘણા કેન્દ્રીય કર્મચારીઓએ આ અંગે નારાજી જાહેર કરીને માંગણી કરી છે કે લઘુતમ પગાર ૨૬૦૦૦ કરવામાં આવે.

(10:56 am IST)