Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

કાતિલ ઠંડીનો દૌર શરૂઃ સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓ ઠુઠવાયા

બર્ફીલા પવન સાથે શિયાળાની વધુ અસર વર્તાઇ રૂ નલીયા ૯.૬ ડીગ્રી રૂ લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યો

રાજકોટ, તા. ૧૬ રૂ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિવારે રાત્રીથી શિયાળાની વધુ અસર વર્તાવા લાગી છે અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા કડકડતી ઠંડીનો દોર શરૂ થયો છે અને લોકો ઠંડીમાં ઠુંઠવાઇ ગયા છે. નલીયામાં આજે લઘુતમ તાપમાન ૯.૬ ડીગ્રી નોંધાયું હતું. જયારે રાજકોટમાં ૧૧.૮ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

ઉત્ત્।ર ભારતનાં રાજયોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. ગુજરાતમાં ઠંડીનો પારો નીચે ગયો છે. આગામી બે મહિના સુધી ગુજરાતનાં તમામ શહેરોમાં ઠંડીનો પારો નીચે રહેવાની સંભાવના છે. ઉત્ત્।રમાં સતત થઈ રહેલી હિમવર્ષાથી ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાના કારણે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. પૂર્વોત્ત્।રના પવન પણ ઠંડી વધારી રહ્યા છે. તો બીજી તરફ, નલિયામાં ઠંડીનો પારો ૯ ડિગ્રી પર પહોંચી ગયો છે.

પહાડી રાજયોમાં હિમવર્ષાથી ગુજરાતનાં તમામ શહેરોમાં ઠંડી વધી ગઈ છે. લોકો સાંજ બાદ નીકળવાનું ટાળી રહ્યાં છે. જેને કારણે રસ્તાઓ પર પણ પાંખી હાજરી જોવા મળી રહી છે. તો બીજી તરફ, વહેલી સવારે પણ હાડ થીજવતી ઠંડી અનુભવાઈ રહી છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો વધ્યો છે. સ્વેટર વગર દ્યરની બહાર નીકળવું અશકય બની ગયું છે. તો ઠેરઠેર તાપણા પણ જોવા મળી રહ્યાં છે.

શિયાળાની ઠંડીમાં માઉન્ટ આબુ ઠુઠવાયું છે. માઉન્ટ આબુ ગુજરાતીઓનું સૌથી પ્રિય ટુરિસ્ટ પ્લેસ છે. આવામાં માઉન્ટ આબુ પણ ૩ ડિગ્રી તાપમાનથી ઠંડુગાર બની ગયું છે. માઉન્ટ આબુને પગલે બનાસકાંઠા જિલ્લામાં શીતલહેરના સૂસવાટાભર્યાં પવનો ફૂંકાઈ રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા ઠંડીમાં વધારો થશે તેવી વાત કહેવામાં આવી છે.

જુનાગઢ

 જુનાગઢ રૂ જુનાગઢમાં આજે ઠંડા પવનથી બર્ફીલુ વાતાવરણ છવાય ગયું છે.

ગત રાતથી ઠંડો પવન ફુંકાવો શરૂ થયો છે અને આજે સવારે પણ ૬.૭ કિમીની ઝડપે જૂનાગઢમાં ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર થઇ ગયું છે.

લઘુમત તાપમાન ૧૮.પ ડીગ્રી થઇ ગયું છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૪૩ ટકા થઇ ગયું હતું.

પવનને કારણે ધુળની ડમરી પણ ઉડતી હોય જળજીવનને અસર થઇ છે.

જામનગર

જામનગર રૂ આજનું હવામાન રપ.૮ મહત્તમ, ૧૪ લઘુતમ, પ૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણે, ૧૦.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલો ભેજ-લઘુત્તમ તાપમાન

શહેર

હવામાં ભેજ ટકા

લઘુતમ તાપમાન ડીગ્રી

અમદાવાદ

પ૬

૧ર.૯ ''

ડીસા

૭ર ''

૧૦.૬ ''

વડોદરા

૭૧ ''

૧૪.૪ ''

સુરત

૮૪ ''

૧૭.ર ''

રાજકોટ

૬ર ''

૧૧.૮ ''

ભાવનગર

૭ર '

૧૬.પ ''

પોરબંદર

પ૪ ''

૧પ.૬ ''

વેરાવળ

પ૬ ''

૧પ.૯ ''

દ્વારકા

પ૪ ''

૧૮.પ ''

ઓખા

૭૧ ''

૧૯.૮ ''

ભુજ

૬૬ ''

૧ર.૪ ''

નલીયા

૭૪ ''

૯.૬ ''

સુરેન્દ્રનગર

૭૦ ''

૧ર.ર ''

ન્યુ કંડલા

૯૩ ''

૧૧.૯ ''

ગાંધીનગર

૬૩ ''

૧૧.૮ ''

મહુવા

૭૪ ''

૧પ.૩ ''

દીવ

૭૦ ''

૧૩.પ ''

વલસાડ

૮૧ ''

૧૬.૧ ''

વલ્લભવિદ્યાનગર

૭૮ ''

૧૦.૬ ''

જુનાગઢ

૪૩ ''

૧૮.પ ''

જામનગર

પ૯ ''

૧૪.૦ ''

(11:07 am IST)
  • દેશના ઉત્તર પૂર્વના રાજ્યોની મુલાકાત લેવાની અમિત શાહમાં હિંમત નથી : બાંગ્લાદેશના વિદેશ મંત્રી અને જાપાનના પ્રધાન મંત્રીની મુલાકાત પણ રદ કરવી પડી : દેખાવકારો ઉપર હિંસા આચરી માનવ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે : નાગરિકતા સંશોધન બિલ મુદ્દે સોનિયા ગાંધીનો પ્રકોપ access_time 8:17 pm IST

  • મહેસુલ હડતાલ યથાવતઃ મહેસુલ સચિવ સાથે મંત્રણા શરૂ... : રાજયભરના મહેસુલ કર્મચારીઓની બપોરે ૩ વાગ્યે હડતાલ યથાવતઃ મહેસુલ સચિવ ન મળી શકયાઃ મહામંડળના હોદેદારોની મહેસુલ સચિવ સાથે મંત્રણા ચાલુઃ નિવેડો આવે તેવી શકયતા... કર્મચારીઓ પણ રાહ જોઇ રહ્યા છે!! access_time 3:33 pm IST

  • અમદાવાદમાં મેટ્રો રેલના સળીયાની ચોરી કરતો એક યુવાન ઝડપાયો : બીજો ફરાર : મેટ્રો રેલની સાઇટ પર ફરી એક વખત ચોરીનો બનાવ બન્યો : સુપરવાઇઝર મનોજસિંઘ સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન પાલડી જલારામ મંદિર સામે એક યુવાન ચોરી કરતા ઝડપાયો access_time 12:28 am IST