Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ઈન્ટરનેટ વાપરવા માટે ૩૫ KM દૂર જાય છે કાશ્મીરી, પ્રતિ કલાકનો ચાર્જ રૂ.૩૫૦

સરકાર તરફથી કેટલીક જગ્યાએ ઈન્ટરનેટ સેવા આપવા માટે સ્પેશિયલ સેન્ટરો બનાવવામાં આવ્યા છેઃ પરંતુ ભારે ભીડના કારણે સામાન્ય લોકોના કામ સરળતાથી નથી થતાં: કલાકો સુધી રાહ જોયા પછી લોકોને ખાલી હાથે ફરવું પડે છે

શ્રીનગર, તા.૧૬: આ વર્ષે ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦  ખતમ કરી દીધી છે. ત્યારબાદ અહીના વિસ્તારોમાં મોબાઈલ ફોન, ઈન્ટરનેટ  અને લેન્ડલાઈનની સર્વિસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. હવે દ્યાટીમાં પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે. લોકો પોતાના મોબાઈલથી કોલ કરી શકે છે પરંતુ ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરી શકતા . સરકાર તરફથી કેટલીક જગ્યાએ ઈન્ટરનેટ સેવા આપવા માટે સ્પેશિયલ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. પરંતુ ભારે ભીડના કારણે સામાન્ય લોકોના કામ સરળતાથી નથી થતાં. કલાકો સુધી રાહ જોયા પછી લોકોને ખાલી હાથે ફરવું પડે છે.

દક્ષિણ કાશ્મીરના કોકેરાંગની રહેનારી ૧૮ વર્ષની સુમિત્રા વાણી ભારે ઠંડી વચ્ચે બે વખત અનંતનાગ ગઈ હતી. તેને આઈટી ઓફિસમાં જઈને મેડિકલનું રિઝલ્ટ ચેક કરવાનું હતું. પરંતુ ભારે ભીડના કારણે તેને કામ કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. તેમણે કહ્યું કે, ત્યાં ખુબ જ ભીડ હતી. ચાર કમ્પ્યૂટર હતા. પરંતુ ભીડ એટલી બધી હતી કે, જગ્યા ન્હોતી.

ઈન્ટરનેટ માટે બનિહાલમાં લોકોનો જમાવડોત્યારબાદ વાણીને કોઈએ બનિહાલ જવાની સલાહ આપી હતી. જયાં ઇન્ટરનેટના બ્રોડબેન્ડ કામ કરી રહ્યા છે. બનિહાલ રામબન જિલ્લામાં એક પહાડી વિસ્તાર છે. જમ્મુ ડિવિઝનમાં હોવાથી અહીં ઈન્ટરનેટ કામ કરી રહ્યા છે. અહીં ૧૨ દુકાનોમાં ઈન્ટરનેટ કાફે છે. જયાં રૂ.૩૫૦ પ્રતિકલાકના હિસાબથી ઈન્ટરનેટ સર્વિસ આપવામાં આવે છે.

ઈન્ટરનેટ એકસપ્રેસબનિહાલ પહોચવા માટે ટ્રેન કે બસોની સારી સુવિધા છે. અહીં સવારથી લઈને સાંજ સુધી લોકોની ભારે ભીડ રહે છે. મોટાભાગના લકો ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે અહીં આવે છે. અનંતનાગથી બનિહાલ વચ્ચેનું અંતર ૩૫ કિલોમિટર છે. અહીં સવારે નવ વાગ્યાની આસપાસ ભારે ભીડ જોવા મળે છે.

લગભગ આ સમયે અનંતનાગથી બનિહાલ જવા માટે પહેલી ટ્રેન જાય છે. અહીં જવાવાળા લગભગ દરેક યાત્રી બનિહાલ જાય છે. તેઓ માત્ર ઈન્ટરનેટ માટે જાય છે. સવારથી લઈને સાંજ સુધી બનિહાલમાં સડકો ઉપર લોકોની ભીડ દેખાય છે. સાંજ થતાં થતાં આખું શહેર ખાલી થઈ જાય છે. આ ટ્રેનને લોકો ઈન્ટરનેટ એકસપ્રેસ પણ કહે છે.

(10:19 am IST)
  • આપણે સાવરકરના સ્વપ્નનું નહીં,પરંતુ ભગતસિંહ અને આંબેડકરના સ્વપ્નનું ભારત બનાવવું જોઈએ : નાગરિકતા કાયદા પર જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમારે એનઆરસીના પરિણામથી સતર્ક રહેવા અપીલ કરતા કહ્યું કે આ હિન્દૂ-મુસ્લિમનો મામલો નથી પણ આ બંધારણથી જોડાયેલ મુદ્દો છે : સવિધાનને દુષિત થતા બચાવવાનો મામલો છે access_time 12:57 am IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે લેવાયેલ એમએસઈ સેમેસ્ટર-૧માં મેથેમેટીકસ એલઝીબ્રા પેપરમાં પેપરસેટરે કોર્ષ બહારનું પૂછતા વિદ્યાર્થીનો હોબાળો : વિદ્યાર્થીઓનો આક્રમક મિજાજ પારખી પ્રશ્નપત્ર રદ્દ કરવાની ફરજ પડી access_time 5:55 pm IST

  • રાજકોટમાં વધુ બે નવા ઓવરબ્રીજની જાહેરાત: કાલાવડ રોડ ઉપર જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે અને ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ઉમિયા ચોક ખાતે ઓવર બ્રીજ બનાવવાની સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સરકારમાં દરખાસ્ત access_time 12:56 pm IST