Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

લંડનમાં પણ નાગરિકતા કાયદા સામે વિરોધ પ્રદર્શન : ભારતીય દૂતાવાસ બહાર દેખાવો

બ્રિટિશ અસમિયા સમુદાયના એક જૂથ દ્વારા પ્રદર્શન : નાગરિકતા કાયદાને મોદી સરકારની નિષ્ફળતા ગણાવી

લંડન:નાગરિકતા કાયદા પર દેશના કેટલાક ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે, એવામાં તેની અસર લંડનમાં પણ જોવા મળી છે. લંડનમાં સ્થિત ભારતીય દૂતાવાસ બહાર કેટલાક લોકો દ્વારા નાગરિકતા કાયદાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ નાગરિકતા કાયદાને મોદી સરકારની નિષ્ફળતા ગણાવી રહ્યા છે.

બ્રિટિશ અસમિયા સમુદાયના એક જૂથ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ અસમિયા અને અંગ્રેજી ભાષામાં લખેલા બેનર્સ સાથે પ્રદર્શન કર્યા હતા જેમાં લખ્યું હતું કે, સેવ ડેમોક્રેસી, સ્ટોપ કેબ.

આ સિવાય ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસની બ્રિટિશ શાખાએ નવી દિલ્હી સાથે-સાથે વિશ્વભરમાં ભારત બચાવો રેલીનું આયોજન કર્યું છે. કોંગ્રેસ પ્રદર્શનકારીઓ બેનર સાથે ઉભા રહ્યા હતા જેમાં લખ્યુ હતું બીજેપી મહિલાઓ અને ખેડૂતોની વિરુદ્ધ છે.

 ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસની બ્રિટિશ શાખાના પ્રમુખ કમલ ધાલીવાલે જણાવ્યું કે મોદી સરકારની ખોટી નીતિઓને કારણે અમારા સમુદાયના તમામ વર્ગો પીડિત છે. યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. મહિલાઓેને સુરક્ષાની જરુરત છે, ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત નથી મળી રહી. મોદીજીએ ચૂંટણી દરમિયાન જે વચન આપ્યા હતા એ હવે જોવા નથી મળી રહ્યા.

(12:00 am IST)