Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

પી,ચિદમ્બરમએ કહ્યું હિન્દૂ મહાસભા, સાવરકર અને મોહમ્મદ અલી ઝીણા દેશના ભાગલાના બીજ વાવ્યા : વિડિઓ શેર કર્યો

પૂર્વ નાણામંત્રીએ કહ્યું અમારે ભાજપ પાસેથી ઇતિહાસ પર પાઠ શીખવાની જરૂર નથી

નવી દિલ્હી : દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસની દેશ બચાવો રેલીમાં રાહુલ ગાંધીએ સાવરકરને લઇને એક નિવેદન આપ્યું હતું, જેના પર વિવાદ સર્જાયો હતો. ત્યારે કોંગ્રેસે પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમનો એક વીડિયો શેર કર્યો છે. જેમા ચિદમ્બરમે દેશના ભાગલા માટે હિન્દૂ મહાસભા, સાવરકર અને મોહમ્મદ અલી ઝીણાને જવાબદાર ગણાવ્યા છે.

 ચિદમ્બરમે કહ્યું કે, 'હિન્દૂ મહાસભા, સાવરકર અને ઝીણાએ ટૂ નેશન થીયરીના બીજ વાવ્યા હતા.  આ વીડિયોમાં ચિદમ્બરમ કહી રહ્યા છે કે, 'હિન્દૂ મહાસભા અને સાવરકરે ટૂ નેશન થીયરીના બીજ વાવ્યા હતા અને ત્યારબાદ મોહમ્મ્દ અલી ઝીણાએ તેને અપનાવ્યા હતા. કોંગ્રેસ રાજકીય પાર્ટીઓમાં સૌથી છેલ્લે ભાગલા માટે સહમત બની. અમારે ભાજપ પાસેથી ઇતિહાસ પર પાઠ શીખવાની જરૂર નથી.' કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે.

(12:00 am IST)