Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

અંડરવર્લ્ડના ડોન છોટા શકીલના ભાઇની અબુધાબીના એરપોર્ટ પરથી ધરપકડ :ભારતનો કસ્ટડી લેવા પ્રયાસ

ઝડપાયેલ અનવર આઇએસઆઇ સાથે કામ કરતો હતો અને ભારત વિરૂદ્ધ આતંકી ગતિવિધિઓમાં પણ સામેલ

 

નવી દિલ્હી: અંડરવર્લ્ડના ડોન છોટા શકીલના ભાઇ અનવરની અબુ ધાબીના એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ છે અનવરની ધરપકડથી ભારતીય દુતાવાસ છોટા શકીલના ભાઇની કસ્ટડી મેળવવા પ્રયાસ કર્યો છે જ્યારે પાકિસ્તાન દુતાવાસ પણ તેને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. અનવર પાસેથી પાકિસ્તાનનો પાસપોર્ટ પણ મળી આવ્યો છે. ત્યારે પાકિસ્તાને દાવો કર્યો છે કે અનવરની કસ્ટડી તેમના સોંપવામાં આવે.

 સ્થાનિક અધિકારઓનું કહેવું છે કે અનવર વિશે પૂરતી માહિત મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. અનવર અબૂ શેખ વિરૂદ્ધ પહેલાથી જ રેડ કોર્નર નોટિસ જાહેર કરી દેવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે અનવર આઇએસઆઇ સાથે કામ કરતો હતો અને ભારત વિરૂદ્ધ આતંકી ગતિવિધિઓમાં પણ સામેલ હતો.

 માફિયા ડોન છોટા શકીલનું સાચું નામ શકીલ બાબૂમિયાં શેખ છે. ડોન છોટા શકીલ 1993માં મુંબઇમાં થયેલા સીરિયલ બ્લાસ્ટનો મુખ્ય આરોપીમાંથી એક છે. અંડરવર્લ્ડના સૌથી મોટા ડોન દાઉદ ઇબ્રાહિમના ખાસ માણસ માનવામાં આવી રહ્યો છે. બોલીવુડ હસ્તીઓના પણ દાઉદ સાથેના સંબંધો હોવાની વાત બહાર આવી હતી.

 બોલીવુડ ફિલ્મોમાં પણ દાઉદ ઇબ્રાઇહિમના પૌસા લાગતા હોવાની વાત સામે આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, કુખ્યાત ડોન છોટા રાજને પણ છોટા શકીલના ડરથી પોતાની ધરપકડ કરવી છે.

(12:00 am IST)