Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

દિલ્હીના જંગપુરા એક્સટેન્શનમાં એક મકાનમાં કામ કરતી બે નોકરાણીની લાશ મળતા ચકચાર

બંને યુવતીઓ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગની રહેવાસી: સાંજે બંને મૃત હાલતમાં મળી: પોલીસ તપાસ શરૂ

નવી દિલ્હી : દિલ્હીના જંગપુરા એક્સટેન્શનમાં એક મકાનમાં કામ કરતી બે નોકરાણીની લાશ મળી આવી છે. બંને યુવતીઓ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગની રહેવાસી હતી. તે જે ઘરમાં કામ કરતી હતી ત્યાં આજે સાંજે બંને મૃત હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. બંનેના મોત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં રહેતી બંને યુવતીઓ જંગપુરા એક્સટેન્શનમાં એક મકાનમાં કામ કરતી હતી. તે ઘરમાં બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જો કે, હજુ સુધી એ વાત સામે આવી નથી કે બંનેનું મોત એક સાથે કેવી રીતે થયું. પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે કેસની તપાસ પ્રથમ તબક્કામાં છે. આ સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(12:00 am IST)