Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

મહિલા જજ કાંતા માર્ટિને ગળાફાંસો લગાવી આત્મહત્યા કરી : ઍકલપણાથી કંટાળી ગયા હતા

નવી દિલ્હી : છત્ત્ીસગઢના મુંગેલીમાં તૈનાત જિલ્લા સત્ર ન્યાયાધીશ કાંતા માર્ટિને (૫૫ વર્ષ) રવિવારના રોજ સાડીનો ફંદો બનાવીને ફાંસી લગાવી લીધી હતી. પોલીસે જજના સરકારી બંગલાનો દરવાજા તોડીને મૃતદેહને બહાર નિકાળ્યો હતો. કહેવાય છે કે, જજ માર્ટિન ઍકલા રહેતા હતા. ઍકલાપણાથી કંટાળીને જજે આ પગલું ભર્યુ હોવાનું હાલ માનવામા આવે છે. ઘટનાસ્થળે કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી નથી. તેઓ મધ્ય­દેશના કટનીના રહેવાસી હતા.

હાલમાં ઍ સ્પષ્ટ થઈ શક્યુ નથી કે, મહિલા જજે શા માટે આત્મહત્યા કરી છે. જજનો રસોયો રવિવારે સવારે ૯ કલાક જયારે બંગલા પર પહોંચ્યો ત્યારે, દરવાજા લોક હતો. ઍટલા માટે તે ઘણી વાર સુધી બેલ વગાડતો રહ્ના, તેણે જજને ફોન પણ કર્યો, પણ અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં. ત્યાર બાદ તેણે પાડોશમાં રહેતા કોર્ટના અધિકારીઓને જાણ કરી. ટોર્ચથી મદદથી બારીમાંથી જાયુ તો, જજનું શબ ટિંગાઈ રહ્ના હતું. ત્યાર બાદ પોલીસને જાણ કરી, તો તેમણે દરવાજા તોડી અંદર ગયા, અને શબને બહાર નિકાળ્યું હતું.

(1:01 pm IST)