Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જાન્યુઆરીથી કેટલાક રસ્તાઓ ઉપર ટોલ ટેકસમાં ઘટાડો થશે

નવી દિલ્હી : દેશભરના તમામ ટોલ પ્લાઝા (Toll Plaza) પર આવતા વર્ષે જાન્યુઆરીથી ટોલ ટેકસ (Toll Tax) દર ઓછો થઈ જશે, જે માટે માર્ગ અને પરિવહન મંત્રાલય ટોલ નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ કરી રહ્યું છે અને મંત્રાલયે તેનો ડ્રાફ્ટ પણ તૈયાર કરી લીધો છે. આ ફેરફાર ફકત એલિવેટેડ રોડ (Elevated Road) અને ફ્લાયઓવર (Flyover) માટે જ લાગુ થશે. સામાન્ય રસ્તાઓ પરના ટોલ ટેકસમાં કોઈ દ્યટાડો કરવામાં આવશે નહીં.

હાલ માર્ગ અને પરિવહન મંત્રાલય ટોલ ટેકસ દર દ્યટાડવા પર કામગીરી કરી રહી છે, જે માટે NHAIના અધિકારીઓ પાસેથી માહિતી માંગવામાં આવી છે. NHAIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મંત્રાલયે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. હાલમાં ટોલ ટેકસના માળખાની લંબાઈ કરતાં ૧૦ દ્યણો ટોલ ટેકસ વસૂલવામાં આવી રહ્યો છે. નવા નિયમ અનુસાર હવે માળખાની લંબાઈ કરતાં પાંચ દ્યણો ટોલ ટેકસ લેવામાં આવશે.

 ઉદાહરણ તરીકે દિલ્હી-મેરઠ એકસપ્રેસ વે ના પિલકુવામાં સાડા ચાર કિલોમીટરનો એલિવેટેડ રસ્તો છે. ટોલ ટેકસ માળખાની લંબાઈના ૧૦ દ્યણા મુજબ એલિવેટેડ રસ્તાની લંબાઈ ૪૫ કિ.મી. છે. વાહન ચાલકો પાસેથી સામાન્ય રસ્તા ઉપરાંત ૪૫ કિલોમીટરનો ટોલ ટેકસ એલિવેટેડ રોડનો લેવામાં આવી રહ્યો છે. નવા નિયમમાં હવે માળખાની લંબાઈની ગણતરી પ્રમાણે પાંચ દ્યણો ટેકસ વસૂલવામાં આવશે. તદનુસાર લોકોને પીલખુવા ટોલ પરના સામાન્ય રસ્તા ઉપરાંત ૨૨.૫ કિમી એલિવેટેડ રોડનો ટોલ ટેકસ ભરવો પડશે. તમામ ટોલ પ્લાઝા પર પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

 રોડ અને પરિવહન મંત્રાલયે તૈયાર કરેલો ડ્રાફ્ટ ફકત એલિવેટેડ રસ્તાઓ અને ફ્લાયઓવર માટે જ લાગુ થશે. સામાન્ય રસ્તાઓ પર ટોલ ટેકસમાં કોઈ દ્યટાડો કરવામાં આવશે નહીં. બીજી તરફ એનએચએઆઈએ પણ ૧ નવેમ્બરથી મેરઠ એકસપ્રેસ વે પર ટોલ દર દ્યટાડ્યા હતા. ટોલ દરમાં વધારો થવાના કારણે ગાઝિયાબાદના લોકો સતત ફરિયાદો કરી રહ્યા છે.દિલ્હી-મેરઠ એકસપ્રેસ વેના NHAI પ્રોજેકટ ડાયરેકટર આર.પી.સિંદ્યે જણાવ્યું હતું કે, ''નવા ટોલ ટેકસના નિયમો ડિસેમ્બરના છેલ્લા અથવા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં લાગુ થશે. આ નિયમથી ટોલ દરમાં દ્યટાડો થશે. ત્યારબાદ લોકોને દ્યણી રાહત મળશે''

(3:30 pm IST)