Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

પાકિસ્તાનમાં વર્ષોથી બંધ પડેલા 400 જેટલા હિન્દૂ મંદિરોનો પુનરોધ્ધાર કરાશે : લઘુમતિ હિન્દૂ કોમની લાંબા સમયની માંગણીને ધ્યાને લઇ ઇમરાન સરકારે કરેલો નિર્ણય

ઇસ્લામાબાદ :  પાકિસ્તાન સરકારના વર્તમાન પ્રાઈમ મિનિસ્ટર ઇમરાન ખાનની  સરકારે મેળવેલી 10 ઉપલબ્ધીઓની યાદીમાં વર્ષોથી બંધ પડેલા 400 જેટલા હિન્દૂ મંદિરોનો પુનરોધ્ધાર કરવાનો નિર્ણયનો સમાવેશ  કરાયો છે.લાંબા સમયની લઘુમતી હિન્દુ કોમની માંગણીઓને ધ્યાને લઇ આ નિર્ણય લેવાયો છે.તેવું સૂચના પ્રસારણ મંત્રીએ જણાવ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:30 pm IST)