Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

દીવમાં હિટ એન્ડ રન : નાગવા એરપોર્ટ રોડ પે બોલેરો કાર ચાલકે 10 લોકોને લીધા અડેફેટે :2 લોકો ગંભીર

દારૂ પીને વાહન ચલાવતો હોવાનો કથન :બાઇકને પણ ઝપટે લઇ ફરાર

 

દીવમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દીવના નાગવા એરપોર્ટ રોડ પર એક અજાણ્યા કાર ચાલકે દારૂના નશામાં ભાન ભૂલી લોકોને અડફેટે લીધા છે. કાર ચાલકે 10 લોકોને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી  રફૂચક્કર થઈ ગયો હતો.

  આ અકસ્માતમાં 8 લોકોને સામાન્ય ઈજા, તથા 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ અકસ્માતનો એક સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે, એક બોલેરો કાર જીજે10 ટીવી5430 નંબરની જે અચાનક ફૂલ સ્પીડમાં આવે છે અને એક ઝાડ સાથે ટકરાય છે. વાહન ચાલકે એક બાઈક સહિત અન્ય રાહદારીઓને અડફેટે લીધા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. પોલીસે ગાડીના નંબરના આધારે વાહન ચાલક કોણ હતો, તેની તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ સ્થાનિકોના નિવેદનાન આધારે દારૂ પીને વાહન ચલાવી અકસ્માત કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:06 am IST)