Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

યુપી- રાજાભૈયા નવો પક્ષ બનાવશેઃ ચૂંટણીપંચમાં ''જનસતા'' પાર્ટીની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ

ઉતરપ્રદેશની કુંડા સીટના અપક્ષ ધારાસભ્ય રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફે રાજા ભૈયાએ પોતાની પાર્ટી બનાવવાનું એલાન કર્યુ છે. એમણે જણાવ્યું કે  ચુંટણી પંચમાં જનસતા નામથી પાર્ટીનું રજીસ્ટે્રેશન કરવાની  કાર્યવાહી ચાલુ છે. રાજા ભૈયા છ વખત ધારાસભ્ય રહી ચૂકયા છે.  અને આ ઉપરાંત અલગ અલગ સરકારોમાં મંત્રી રહી ચુકયા છે.

(11:33 pm IST)
  • ધોરાજી પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર:ભાવેશ કોડિયાતર નામનો આરોપી નાશી ગયો : પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં હતો આરોપી: ટોયલેટ જવા સમયે ચકમો આપી ભાગી ગયો: 200 પેટી ગેરકાયદે દારૂના ગુનામાં આરોપી પકડાયો હતો:ધોરાજી અને જેતપુર ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસ:CCTV ફૂટેજના આધારે શરૂ કરી તપાસ access_time 2:54 pm IST

  • આંધ્ર પ્રદેશમાં CBI નહિ કરી શકે તપાસઃ ચંદ્રબાબુ નાયડુએ બંધ કર્યા દરવાજાઃ કેન્દ્રને સીધો પડકાર કેન્દ્રીય એજન્સીને દરોડા-તપાસ કરવાની પરવાનગી આપવા કર્યો ઇન્કાર access_time 3:41 pm IST

  • દાહોદ:દિલ્હી થી મુંબઈ નેશનલ હાઈવે કોરીડોરનો ઝાલોદના 16 ગામોના ખેડુતોએ વિરોધ કર્યો:પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપવા ખેડૂતો પહોંચ્યા:પ્રાન્ત અધિકારી કચેરીમાં હાજર ન રહેતા ખેડુતો રોષે ભરાયા:રોષે ભરાયેલા ખેડુતો પ્રાન્ત કચેરીમાં ધસી આવ્યા:ખેડુતોએ કચેરીમાં ભારે સુત્રોચ્ચાર કર્યા access_time 3:04 pm IST