Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીને મોટો ઝટકો લાગશેઃ જ્યોતિષ શાસ્ત્રોનો મત

જન્મ નક્ષત્રમાં ગુરૂનુ પરિભ્રમણ વડાપ્રધાન અને રાજસ્થાનના મુખ્યમંત્રીની મુશ્કેલી વધારશે

રાજકોટ, તા. ૧૬ :. જ્યોતિષ શાસ્ત્રોના મત મુજબ જન્મ નક્ષત્રમાં પરીભ્રમણ કરી રહેલ ગુરૂ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને વસુંધરા રાજેની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

તા.૧૭-૯-૧૯૫૦ના રોજ વડનગરમાં જન્મ લેનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કુંડળી વૃષિક લગ્ન અને વૃષિક રાશીની છે. ચંદ્રમાં અનુરાધા નક્ષત્રનો છે. જેના ઉપર ગુરૂનું પરિભ્રમણ થઈ રહ્યુ છે. શનિની સાડા સાતીનો અશુભ પ્રભાવ પડી રહ્યો છે. રાફેલ, સીબીઆઈ વિવાદ અને દેશમાં વધી રહેલ બેરોજગારી સમસ્યા કેન્દ્રની મોદી સરકારની સામે અનેક પડકારો લઈને આવી છે.

ચંદ્રમાં શુક્રની દશામાં ચાલી રહેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો સામનો પણ કરવો પડશે તેવુ જ્યોતિષ શાસ્ત્રોમાં જણાવાયુ છે.

શુક્ર-વૃષિક લગ્નમાં દ્વાદશ હાનિના સ્વામી હોવાથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ૨૦૧૮માં વિધાનસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગશે.

જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેનો જન્મ તા. ૮-૩-૧૯૫૩ના રોજ મુંબઈમાં થયો હતો. તેમની કુંડળીમાં નવમેષ ગુરૂ અને દશમેષ મંગલનું સ્થાન હોવાથી તેમને રાજયોગ પ્રાપ્ત થયો છે. જો કે કુંડળીના કર્મ સ્થાનમાં ગુરૂ અને શુક્રના યોગને કારણે તેઓ સારી કામગીરી કરી રહ્યા છે. જ્યારે હાલના સમયમાં ગુરૂના પ્રભાવના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે.

(3:43 pm IST)
  • અમેરીકાએ સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં ભૂમિકા ભજવનાર ૧૭ સાઉદી અધિકારીઓ ઉપર આર્થિક પ્રતિબંધ લાઘ્યો સાઉદી અરબના પબ્લીક પ્રોશીકયુટરે આ મામલે ૫ સાઉદી અધિકારીઓને મોતની સજા આપવાની માંગણી કરી access_time 12:17 pm IST

  • ભાવનગર :જિલ્લામાં રોગચાળાએ ભરડો લીધો :છેલ્લા ઘણા દિવસથી રોગચાળાનો કહેર યથાવત :સર.ટી હોસ્પિટલમાં સ્વાઈન ફલૂ સહિતના રોગમાં વધારો :જેમાં તાવ, શરદી, ઉધરસ, જાડા-ઉલ્ટી સહિતનાં રોગોનાં દર્દીઓમાં વધારો :સ્વાઇન ફલૂથી વધુ એક મોત access_time 11:14 pm IST

  • મુસ્લિમો પર અત્યાચાર મામલે ચીનને ઘેરવા ૧૫ દેશોના રાજદૂતોની યોજના : કેનેડાની આગેવાનીમાં ચીનમાં ૧૫ દેશોના દૂતાવાસોએ ૧૦ લાખથી વધુ મુસ્લિમોને અટકાયતમાં રાખવા મામલે સરકારને પત્ર મોકલવાની યોજના ઘડી, શિનજિયાંગમાં ઉઈઘર મુસ્લિમો પર થતાં અત્યાચારના સંયુકત રાષ્ટ્રના અહેવાલ બાદ વિવિધ દેશોના રાજદૂતો ચીનથી ખફા access_time 3:18 pm IST