Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સરકાર અને RBI વચ્ચે વિવાદ યથાવત ? : બેંકે ફંડનો ઉપયોગ એનપીએ માટે કેમ કર્યો:સંઘના વિચારક ગુરુમૂર્તિએ કર્યો સવાલ

નવી દિલ્હી :આગામી સપ્તાહે યોજાઈ રહેલી RBI બોર્ડ મીટિંગના થોડાક દિવસ પહેલા RSSના વિચારક અને આરબીઆઈના સ્વતંત્ર નિદેશક એસ. ગુરુમૂર્તિએ સંકેત કર્યો છે કે કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચેનો મતભેદ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી.

 આરએસએસના વિચારક અને આરબીઆઈના સ્વતંત્ર નિદેશક એસ.ગુરુમૂર્તિએ આરબીઆઈને આડે હાથ લેતા સવાલ કર્યો છે કે 2014 બાદ લોન પોલિસી શા માટે બદલવામાં આવી હતી? ગુરુમૂર્તિએ ક્રેડિટ પોલિસીને લઈને સરકારના વખાણ કર્યા છે અને આરબીઆઈ પર આરોપ લગાવ્યો છે કે તેણે ફંડનો ઉપયોગ એનપીએ માટે કર્યો છે.

(3:28 pm IST)
  • મુસ્લિમો પર અત્યાચાર મામલે ચીનને ઘેરવા ૧૫ દેશોના રાજદૂતોની યોજના : કેનેડાની આગેવાનીમાં ચીનમાં ૧૫ દેશોના દૂતાવાસોએ ૧૦ લાખથી વધુ મુસ્લિમોને અટકાયતમાં રાખવા મામલે સરકારને પત્ર મોકલવાની યોજના ઘડી, શિનજિયાંગમાં ઉઈઘર મુસ્લિમો પર થતાં અત્યાચારના સંયુકત રાષ્ટ્રના અહેવાલ બાદ વિવિધ દેશોના રાજદૂતો ચીનથી ખફા access_time 3:18 pm IST

  • મોડાસામાં અરવલ્લી ભાજપનું સ્નેહમિલન ભીખુભાઇ દલસાણીયા,ભરત પંડ્યા,કે સી પટેલ હાજર ભરત પંડ્યા એ જણાવ્યુ હતુ કેજાતિવાદ,પ્રાંતવાદ કોંગ્રેસની દેનઅશાંતિ,હિંસા ફેલાવવું તે કોંગ્રેસનું કામભાજપના સ્નેહ મિલન થકી એકતાનો વિચાર આપીશું access_time 2:44 pm IST

  • વિનય શાહના કૌભાંડના તાર રાજકોટ સુધી પહોંચ્યા : સરધારના લોકોના નાણા ફસાયા : વિનય શાહના કૌભાંડ તાર રાજકોટ સુધી પહોંચ્યાઃ સરધાર ગામના લોકોના પણ નાણા ફસાયાઃ ૫૦૦ લોકોના નાણાં ફસાયા હોવાનું સામે આવ્યું: સરધારના ૪ લોકો બન્યા હતા કંપનીના એજન્ટઃ તેમણે એજન્ટ બન્યા બાદ ગામના લોકોને જોડયા હતા access_time 3:41 pm IST