Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

રાજસ્થાન માટે કોંગ્રેસે મોડી સાંજે જાહેર કરી પહેલી યાદીઃ ૧૫૨ ઉમેદવારોની જાહેરાત

ગેહલોત સરદારપુરાથી જયારે સચિન પાયલોટ ટોંકતી લડશે

 નવીદિલ્હીઃરાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે આખરે પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે. કેન્દ્રિય ચૂંટણી સમિતિની મોડી સાંજ સુધી ચાલેલી બેઠકમાં ૧૫૨ ઉમેદવારોના નામ પર મોહર મારવામાં આવી હતી. સચિન પાયલોટ ટોંક વિધાનસભા વિસ્તારથી ચૂંટણી લડશે, જયારે સરદારપુરાથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોક ઉમેદવાર તરીકે નક્કી થયા છે. આ સિવાય સીપી જોશીને નાથદ્વારાથી ટિકીટ આપવામાં આવી છે. રાજયની ૨૦૦ વિધાનસભા સીટો માટે બાકી ૪૮ ઉમેદવારોનો નામની જાહેરાત પણ પાર્ટી આજે શુક્રવાર સુધીમાં કરી શકે છે.

કોંગ્રેસે પહેલી યાદીમાં ૨ ધારાસભ્યોની ટિકીટ કાપી છે. ઝાડોલથી હીરાલાલ દરાંગી અને ટોડાભીમથી ધનશ્યામ મેહરનું આ વખતે પત્ત્।ું કપાયું છે. દરાંગીના સ્થાને ઝાડોલથી સુનિલ બજાત જયારે ટોડાભીમથી પૃથ્વીરાજ મીણાને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસને પહેલી યાદી બનાવવામાં ભારે મુસ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સવારથી ઉમેદવારોના નામને લઇને બેઠકોનો સિલસિલો યથાવત રહ્યો હતો. આખરે મોડી સાંજે  ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી.

(1:43 pm IST)
  • ત્રણ વાઘ બાળ ટ્રેન નીચે કચડાય મર્યા:મહારાષ્ટ્રના જાનુના ના જંગલ માં ટ્રેન નીચે ૬ મહિનાથી પણ નાના 3 વાઘ બાળ કપાય જતા ભારે અરેરાટી પ્રસરી છે. access_time 12:42 am IST

  • નવી દુલ્હનના સ્વાગતમાં રણવિરે સજાવ્યું પોતાનું ઘર: DeepVir રહેશે આ ડ્રીમ હોમમાં : રણવિરે પોતાની નવી દુલ્હનના સ્વાગતમાં માત્ર ઘર જ નહીં આખી સોસાયટીને શણગારી access_time 3:01 pm IST

  • અમેરીકાએ સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં ભૂમિકા ભજવનાર ૧૭ સાઉદી અધિકારીઓ ઉપર આર્થિક પ્રતિબંધ લાઘ્યો સાઉદી અરબના પબ્લીક પ્રોશીકયુટરે આ મામલે ૫ સાઉદી અધિકારીઓને મોતની સજા આપવાની માંગણી કરી access_time 12:17 pm IST